________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશી ન નનનનનનનનન નનનનન+નનન એમ આપણે જોયું ને આ જરૂરને ખોરાક આપણે જાણે અજાણે દરેક ક્ષણે ખાયા કરીએ છીએ. પાણી હવાથી ઉતરતા ખેરાક છે, પણ અનાજ કરતાં ચડિયાતે છે, એટલે તે પણું કુદરતે અનાજકરતાં વિશેષ સહેલાઈથી મળી શકે એવી તજવીજ રાખી છે. અનાજ એ ત્રીજે ને છેલ્લે દરજજો ભેગવે છે.
અનાજવિષે લખવું એ અટપટું છે. કયું અનાજ લેવું, જ્યારે લેવું, કેટલું લેવું, આ બધા સવાલવિષે બહુ મતભેદ છે. પ્રજાઓની રીતે જૂદી છે, જૂદા જૂદા માણસો ઉપર એકજ અનાજની જૂદી જૂદી અસર થતી જોવામાં આવે છે, આવી સ્થિતિમાં ચોક્કસ વિચાર બાંધ, અને આજ ખરું છે, એમ કહેવું મુશ્કેલ છે, એટલું જ નહિ પણ અશક્ય છે. દુનિયાના કેટલાક ભાગમાં માણસો બીજા માણસને મારીને તેનું માંસ ખાય છે એ પણ તેઓનું અનાજ. એવામાં પડયા છે કે જેઓ વિષ્ટા ખાય છે, આ તેવાનું અનાજ. કેટલાક માત્ર દૂધ પીને નિભે છે, તેઓને દૂધ અનાજ. વળી બીજા માત્ર ફળાહારી છે તેનું ફળ અનાજ. આ પ્રકરણમાં અનાજ શબ્દમાં આ બધી વસ્તુને સમાવેશ માન્ય છે.
જે કે કયું અનાજ ખાવું, એ ચોક્કસ રીતે કહેવું મુશ્કેલ છે, તે પણ તેવિષે વિચાર બાંધવો એ દરેક માણસની ફરજ છે. અનાજવિના શરીરને વ્યાપાર ન ચાલે એ કહેવાની જરૂર હેય નહિ. અનાજ મેળવવા આપણે સેંકડે દુ:ખ સહન કરીએ છીએ. અનાજને સારૂ આપણે અનેક પાપ કરીએ છીએ. આવી સ્થિતિમાં આપણે શા હેતુથી અનાજ ખાઈએ છીએ તે જોવાની આવશ્યક્તા છે. તે ઉપરથી આપણે કર્યું અનાજ ખાવું એ બરાબર વિચારી શકીશું. આટલું બધા કબૂલ કરશે કે લાખમાં નવાણું હજર નવસે નવ્વાણું માણસ તો સ્વાદને ખાતર ખાય છે. પછી તેઓ માંદા પડે કે સાજા રહે તેની દરકાર તેઓ કરતા નથી. કેટલાક માણસે ખૂબ ખાઈ શકે તે કારણસર હમેશાં રેચ લે છે, અથવા અન્નપચાવની ફાકી લે છે. કેટલાક ખૂબ સ્વાદથી ઠાંસીને જમ્યા પછી એકી કહાડે છે, ને પાછા બીજું સ્વાદિષ્ટ ખાવાને તૈયાર થાય છે. કેઈ ખૂબ ખાઈને પછી એક બે ટંક ખાવાનું છોડી દે છે. કેઈ ખાતાં ખાતાં બેદરકાર રહીને મારી રહે છે. આ બધા દાખલા લખનારે નજરે જેએલા છે. લખનારની પોતાની જિંદગીમાં એટલા બધા ફેરફાર થયા છે કે તેનાં કેટલાંક કૃપર તેને હસવું આવે છે, ને કેટલાંકની શરમ આવે છે. એક વખત એ હતો કે લખનાર સવારના ચહા પીતે, પછી બે ત્રણ કલાક બાદ નાસ્તો, પછી એક વાગે બરાબર ખાવાનું, પછી ત્રણેક વાગે હા, ને છ થી સાત વાગે સંપૂર્ણ ખાણું લેતે. આ વખતે લખનારની સ્થિતિ દયામણી હતી. તેને સેજા ચઢતા, દવાની બાટલી તે પાસેજ હતી, બરાબર ખાઈ શકાય તેથી