________________
૩૯૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
એકાદશ
ડોકટર હેગ કરીને પ્રખ્યાત લેખક ઈંગ્લાંડમાં છે, તેણે ઘણું પ્રયોગો કરીને બતાવી આપ્યું છે, કે કઠળ બહુ ખરાબ વસ્તુ છે. કઠોળથી આપણું શરીરમાં એક પ્રકારને એસીડ વિશેષ પેદા થાય છે, ને તેથી આપણને ઘણા રે થાય છે, ને તેથી આપણને ઘડપણ વહેલું આવે છે. આમ હોવાનાં તેણે ઘણાં કારણે આપ્યાં છે, તે અહીં આપવાની જરૂર નથી. મારા પિતાનો અનુભવ એમજ સૂચવે છે કે કઠોળ ખાવામાં નુકસાન છે; છતાં જેનાથી સ્વાદ નજ છોડાય તેણે એવી વસ્તુ વિચારીને ખાવા જેવી છે.
- હવે આપણે વનસ્પતિમાંની કેટલી વસ્તુ તજવા જેવી છે તેનો વિચાર કરવો ઘટે છે. હિંદુસ્તાનમાં લગભગ દરેક જગ્યાએ મરચાં, ને તેને લગતે બીજે મસાલે, જેવાં કે ધાણા, જીરું, મરી વગેરે ખાવાનો બહુ ચાલ છે, આ ચાલ બીજા ભાગમાં એટલે દરજે નથી. અહીંના સીદીઓને પણ જે આપણે મસાલાવાળો ખોરાક આપીએ તે તેઓ તે એકાએક નહિ ખાય; કેમકે તેમાં તેઓને બદસ્વાદ લાગે છે. ઘણું ગોરાઓ કે જેમને મસાલાની આદત નથી, તેઓ આપણે મસાલાદાર ખોરાક બિલકુલ નહિ ખાઈ શકે અને જે પરાણે ખાય તો તેમની હાજરી બગડે છે ને તેમના મેંમાં ફેલ્લા પડે છે. આ મેં પિતે કેટલાક ગોરાઓને વિષે અનુભવ્યું છે. આ ઉપરથી એટલું તે કહી શકાય કે મસાલે જાતે સ્વાદિષ્ટ છે એવું કંઈ નથી; પણ આપણે ઘણા કાળથી આદત પાડી છે, તેથી તેની ગંધ તથા તેનો સ્વાદ પસંદ કરીએ છીએ. પણ આપણે જાયું છે કે સ્વાદને જ સારૂ ખાવું એ તો આરોગ્યને નુકસાન કરનારું છે.
ત્યારે હવે મસાલો ખાવાનો હેતુ તપાસીએ. સા કઈ કલ કરશે કે મસાલો ખાવાનો હેતુ એ છે કે તેથી વધારે ખેરાક ખવાય ને વધારે પચે. મરચાં, ધાણા, જીરું વગેરેમાં પેટમાં અગ્નિ ઉત્પન્ન કરવાનો ગુણ છે, અને તેથી આપણને વધારે ભૂખ લાગતી જણાય છે. તેને અર્થ એ કરવો કે ખાધેલું બધું પચી ગયું ને તેનું ચેખું લેહી બન્યું, તો તે ભૂલભરેલો વિચાર ગણાશે. ઘણું માણસો જે બહુ મસાલો ખાય છે તેઓની હાજરી છેવટે નાજુક થઈ જાય છે, ને કેટલાકને તે સંગ્રહણું પણ થાય છે. એક માણસને બહુ મરચાં ખાવાની આદત હતી; તે તેનાથી ન મૂકાયાં ને જુવાનીમાં છ માસ ખાટલો ભેગવી મરણ પામે. આપણું રાકમાંથી મસાલામાત્ર બાતલ કરવા એ બહુ જરૂરનું છે.
જે મસાલાને લાગુ પડે છે એજ ટીકા નીમકને લાગુ પડે છે. આ વાત કોઈને ગમશે નહિ, ઘણાને ભયંકર લાગશે, છતાં તે અનુભવસિદ્ધ છે. વિલા