________________
પરિચ્છેદ.
આરેાગ્ય—અધિકાર.
$===
બીજો વિભાગ એ વનસ્પતિની સાથે કંઈ પણ પ્રકારના માંસ મચ્છી એક કે વધારે વખત હમેશાં ખાય છે. આમાં ઈંગ્લાંડના માટા ભાગ આવે છે. હિંદુસ્તાનમાં તાલેવંત મુસલમાન ને હિંદુએ જેને ધબાધ નથી તેવા, જેમાં તાલેવત ચીના નપાની વગેરે આવી જાય છે. આ વિભાગ પણ મોટા છે. જો કે પહેલાકરતાં બહુ નાના. ત્રીજા વિભાગમાં, બહુ ઠંડા મુલકમાં રહેનારી કેટલીક જંગલી ગણાતી પ્રજા છે, અને કેટલાક સીદીએ છે કે જે માંસ ખાઇને જિંદગી ચલાવે છે. આવા ભાગ બહુ થોડા છે, અને તે પણુ જેમ જેમ ચરેાપના મુસાફરાના પ્રસંગમાં આવતા જાય છે તેમ તેમ પેાતાના ખારાકની સાથે વનસ્પતિ દાખલ કરતા જાય છે. આ સ્થિતિમાંથી આપણે એ. ટલુંજ અનુમાન કરી શકીએ છીએ કે માણસ ત્રણે રીતે જીવી શકે છે; પણુ આપણે તેા એ વિચારવાનું છે કે સર્વથી વધારે આરાગ્યવર્ધક ખારાક કયા ?
માત્ર
૩૯૩
શરીરની રચના જોતાં એમ જણાય છે કે કુદરતે માણસને વનસ્પતિ ખાનારા બનાવ્યેા છે. ખીજા પ્રાણીઓની જોડે આપણી સરખામણી કરતાં એમ જોવામાં આવ્યું છે કે આપણી રચના માત્ર ફળાહારી જાનવરાને વધારેમાં વધારે મળતી આવે છે-એટલે કે વાંદરાને વાંદરાના ખારાક લીલાં ને સૂકાં ફળ ગણાય છે. તેના દાંત અને તેની હાજરી આપણને મળતી આવે છે. ફાડી ખાનારાં જાનવર જેવાં કે સિંહ, વાઘ વગેરેના દાંત ને હાજરીની રચના આપણા કરતાં જૂદી છે. તેઓને જે પજા છે તે આપણને નથી. પશુએ જે માંસાહારી નથી, જેવા કે ખળઢ વગેરે તેઓને આપણે કંઈક મળીએ છીએ; પણુ ઘાસના મેાટા જથ્થા ખાવાને તેઓને જે આંતરડાં વગેરે છે તેવાં ને તેટલાં આપણને નથી. આ ઉપરથી ઘણા શાષકા એમ કહે છે કે માણસ માંસાહારી નથી, એટલુંજ નહિ પણ તે ગમે તે વનસ્પતિ ખાવાને પણ સરજાએલ નથી; તેના મૂળ ખારાક તે વનસ્પતિમાંએ માત્ર ફળ ફળાદિ હાવા જોઇએ.
રસાયનશાસ્ત્રીઓએ પ્રયાગા કરીને મતાવ્યું છે કે જે તત્ત્વા માણુસને નિભાવવાને જરૂરનાં છે તે ખયાં મૂળામાંથી મળી શકે છે. જેમકે કેળાં, નારંગી, ખજુર, અંજીર, સફરજન, અનેનાસ, બદામ, અખરાડ, મગફળી, નાળીએર વગેરેમાં તંદુરસ્તી જાળવનાર ને કૌવત આપનારાં બધાં તત્ત્વા છે. આ શેાધકો માને છે કે માણસને રસોઈ કરીને પકાવવાની પણ જરૂર નથી. જેમ બીજાં પ્રાણી માત્ર સૂરજના તાપમાંજ પાકેલી વસ્તુ ઉપર તંદુરસ્તી જાળવે છે તેમજ આપણું થવું જોઇએ. તેઓ ત્યાંસુધી માને છે કે પકાવવાથી ખાવા લાયક વનસ્પતિઓનું સત્ત્વ નાશ પામે છે, અને તેની પાષકશક્તિ ઓછી થાય છે. પકા
૫૦