________________
૩૯૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
વેલા ખોરાકથી વનસ્પતિને ખાસ ગુણ જે આપણને શહુર-ચેતન-આપવાને છે તે ઓછો થાય છે. આમ કહેનારા એમ પણ દલીલ લાવે છે કે જે વન સ્પતિ પકાવ્યા વિના ન ખાઈ શકીએ તે આપણે ખેરાક હેઈજ ન શકે.
એટલું તે એકસ છે કે જે ઉપરની દલીલ બરોબર હોય તે આપણાં ઘરમાં, રસોઈમાં ને ખાવામાં આપણે ઘણે વખત જાય છે તેને બદલે આ પણે થોડા વખતમાં ખાવાનો કારભાર સંકેલી શકીએ. આપણું બૈરાંનો બહુ વખત બચે, ઘરમાં રસોડાં વગેરેમાં રોકાતે ભાગ બચે અને તેથી આપણે ઘણી બાબતમાં એટલા બધા સ્વતંત્ર થઈ શકીએ કે જેથી આપણે બચેલા વખતને ને પૈસાને બહુ સરસ ઉપયોગ કરી શકીએ.
પણ બધા રસાઈ કરતા બંધ પડે, પિતાની સ્ત્રીઓને રડારૂપી કેદખાનામાંથી છેડે, સ્ત્રીઓ પોતેજ તે કેદખાનામાંથી છુટવા ઈછે, એ બધું સ્વમા જેવું લાગે અને જે બનવા જોગ નથી તેની વાત શી કરવી એમ કઈ કહેશે, પણ બધા તે પ્રમાણે કરી શકે કે નહિ તે વિચાર આપણે હાલ કરતા નથી, શું સારું છે એજ વિચાર કરીએ છીએ. સંપૂર્ણ આરોગ્યને સમજીએ તો સાધારણુ આરોગ્ય મેળવી શકીએ. સર્વોત્તમ ખોરાક કયો એ જાણીએ તે સાધારણ રીતે શું ખાવું એ આપણે જાણી શકશું.
વળી જે ફળાહાર એ સરસ બરાક હોય તે બધા તે ધારણ કરે કે નહિ તેની સાથે આપણને બહુ સંબંધ નથી, આપણે પિતે તે ગ્રહણ કરી શ. કીએ તે કરવા જેવો છે; એમાં વિરોધી મત નહિ પડે.
આ વિષય ઉપર યૂરેપમાં બહુ પુસ્તક લખાયાં છે. ફળાહારના અખતરા કરનાર પણ યુરોપિયન મળી આવે છે. કેટલાકે પિતાના અનુભવ બહાર પાડયા છે. આ બધા ધર્મના હેતુથી નહિ પણ માત્ર આરોગ્યના હેતુથી ફળાહારી થયા છે. જુસ્ટ નામે એક જર્મન છે તેણે ફળાહાર ઉપર સરસ પુસ્તક લખ્યું છે, અને ઘણા દાખલા દલીલથી બતાવી આપ્યું છે, કે ફળાહાર એ ઉત્તમ ખોરાક છે. તેણે ઘણા દરદીઓનાં દરદ ફળાહારથી ને ખુલ્લી હવાથી મટાડયાં છે, તે એટલે સુધી કહે છે કે જે દેશમાં જે ફળ થતાં હોય તેમાંથી માણસ સંપૂર્ણ પષણ કહાડી શકે છે.
' આ જગ્યાએ મારા પિતાનો અખતરો વર્ણવું એ ખોટું નહિ ગણાય. છ મહીના થયાં મેં કંઈજ અન્ન લીધું નથી ને માત્ર ફળાહારીજ રહ્યો છું. * હવે તે શ્રીયુત ગાંધીને ફળાહાર ઉપર જ રહેવાને લગભગ બે ત્રણ વર્ષ થઈ ગયાં છે.
મંત્રી સ. સ.