________________
૩૮૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ =========ઝwwwજનજકન====== ળતું. તેમાં ક્ષારઆદિને ભાગ હોય છે, ને કેટલીક વેળા સડેલી વનસ્પતિને ભાગ હોય છે. વરસાદનું પાણી ચોખામાં ચેખું ગણાય છે, પણ આપણને પહોંચે તે પહેલાં હવામાં ઉડતાં રજકણે વગેરેને તે પાણીમાં પણ ભેળ થઈ જાય છે. તદન ચેખા પાણીની અસર શરીરઉપર જૂદાજ પ્રકારની થાય છે, આમ જાણવાથી કેટલાક અંગ્રેજી દાક્તરે “ડીસ્ટીલ્ડ” એટલે શુદ્ધ કરેલું પાણી પિતાના દરદીઓને આપે છે. આ પાણી તે પાણીની વરાળ બનાવી ઠારેલું છે. જેને કબજીયત વગેરે રહેતાં હોય તે માણસ આ “ડીસ્ટીલ્ડ” પાણીને ઉપ
ગ કરે તે તેને પ્રત્યક્ષ પારખું મળી શકે છે. આવું પાણી બધા કેમીસ્ટ (વિલાયતી દવા વેચનારા) વેચે છે. ડીસ્ટીલ્ડ પાણી, ને તેના ઉપાયો ઉપ : હાલમાં એક પુસ્તક લખાયું છે. લખનાર માને છે, કે ઉપર પ્રમાણે શુદ્ધ કે ચેલું પાણી પીવામાં આવે તે ઘણું રે મટી શકે છે. આમાં અતિશયોક્તિ ઘણું છે, છતાં તદન શુદ્ધ થએલાં પાણીની અસર શરીર ઉપર ખૂબ સારી થાય એ અસંભવિત વાત નથી.
પાણી કઠણ અને નરમ એમ બે પ્રકારનું હોય છે, એ વાતથી બધા વાકેફ નથી હોતા, છતાં એ હકીકત જાણવા જેવી છે, કઠણ પાછું એ કે જેમાં સાબુ વાપરવાથી તુરત ફિણ ન વળતાં છતા પાણું થઈ જાય છે. આનો અર્થ એ થયે કે પાણીમાં ક્ષાર વધારે છે. જેમ ખારા પાણીમાં સાબુ ન વપરાય તેમ કઠણ પાણીમાં વાપરે મુશ્કેલ પડે છે. કઠણ પાણીમાં અનાજ પકાવવું એ પણ અઘરું છે. તેજ હિસાબે કઠણ પાણી પીને અનાજ પચાવવામાં હરક્ત આવવી જોઈએ ને આવે છે. કઠણ પાણી હમેશાં સ્વાદમાં ભાંભરું હશે, અને નરમ પાણી મીઠું અથવા બિલકુલ સ્વાદવિનાનું હશે. કેટલાકને અભિપ્રાય એ છે કે કઠણ પાણીમાંની વસ્તુઓ પોષક હોવાથી કઠણ પાણી વાપરવાથી ફાયદા છે; પણ એકંદર તે એમજ જેવામાં આવે છે કે નરમ પાણી વાપરવું એજ બરાબર છે, વરસાદનું પાણી એ ચોખામાં ચોખ્ખું કુદરતી પાણી હોય છે. તે પાણું તે નરમજ છે; અને તે વાપરવું ઠીક છે, એમ તે સૌ કઈ માને છે. કઠણ પાણીને ઉકાળ્યા પછી અર્ધો કલાક ચૂલાઉપર રાખ્યું હોય તે તે નરમ થઈ શકે છે. ચુલેથી ઉતાર્યાબાદ ઉપર બતાવ્યા પ્રમાણે તેની વ્યવસ્થા કરવી જોઈએ.
પાણી ક્યારે પીવું, ને કેટલું પીવું, એ સવાલ કેટલીક વખત થાય છે. તેનો સીધે જવાબ તે એ છે કે તરસ લાગે ત્યારે તરસ છીપે તેટલું પીવું. ખાતાં પીવામાં ખાસ બાધ નથી ને ખાધા પછી પીવામાં પણ બાધ નથી.