________________
પરિચછેદ.
આરોગ્ય-અધિકાર..
૩૫૯
રને હાનિ કરતી નથી, દેશપરદેશનું પાણું નુકશાન કરતું નથી (લાગતું નથી) અને તંદુરસ્તીમાં સુધારે થાય છે.
૯. “જમવાને ઠેકાણે, પાણી રાખવાને ઠેકાણે, અનાજ રાખવાને–દળવાને– ખાંડવાને ઠેકાણે ઈત્યાદિ સ્થાનકે ચંદરવા જરૂર બાંધવા.” આ નિયમથી તે તે સ્થાન ઉપરના ભાગમાંથી અથવા છાપરામાંથી રજ કચરો અને ઝીણું જીવજંતુઓ તેમજ ઝેરી જીવજંતુની ગરલ વિગેરે ખાવાના પદાર્થોમાં પડતાં નથી. અને શારીરિક તંદુરસ્તીને તેમજ પ્રાણને હાનિકારક કારણેને અટકાવ થાય છે.
૧૦. “અભક્ષ્ય–નહીં ભક્ષણ કરવા લાયક પદાર્થો-ફળફળાદિને ત્યાગ કરવું. તેમાં મુખ્યતાએ વડના, પીપરના, અને ઉંબરા વિગેરેનાં ફળ ખાવાંજ નહીં. આનાથી આવી વસ્તુઓની અંદર જે અનેક ઝીણા ઉડતા જંતુઓ ભરેલા હોય છે, તેવા જંતુઓ રાકમાં આવવાથી તંદુરસ્તી બગડે છે, એ ડાકટરી તેમજ દેશી વૈદ્યકીય બંનેને સિદ્ધાંત છે તે તેવા જંતુઓનો ભય નાશ પામે છે.
૧૧. “માંસ ભક્ષણ કદાપિ કરવું નહીં.” એની અંદર નિરંતર અનેક જીવોનું ઉપજવું અવવું થયા કરે છે. એમ શાસ્ત્રકારે કહે છે. તે સાથે એ પદાર્થ ફરતાથી વાસિત છે. તેની ઉત્પત્તિ ક્રૂરતાવડેજ થાય છે, ખાનારની વૃત્તિ ક્રૂર-નિર્દય રહે છે અને એવી વૃત્તિ રૂધિરને તપાવનાર તેમજ તંદુરસ્તીને બગાડનાર છે.
૧૨. “મદિરાપાન કદાપિ કરવું નહીં મદિરાપાન કરવાથી મનુષ્ય ઉન્મત્ત બની જાય છે, કૃત્યકૃત્ય ભૂલી જાય છે. ન કરવાનું કાર્ય કરી બેસે છે. એવાં અનેક દષ્ટાંત મજુદ છે. વળી દારૂ તંદુરસ્તીનો નાશ કરે છે એ પણ સિદ્ધ થયેલ છે.
૧૩. “મધ, માખણ ખાવાં નહીં.” એ પણ અનેક ત્રસ જીવવાળાં હોય છે. માત્ર એ છ બહુ સૂક્ષમ હોવાથી આપણે તેને દેખી શકતા નથી, અને કોઈ પણ પદાર્થ જવચાહ હોય તે ખાવાથી તંદુરસ્તીને નુકશાનજ કરે છે એ સિદ્ધ હકીકત છે.
૧૪. “રાત્રિ વ્યતીત થયેલ રાંધેલા પદાર્થો-રોટલી, શાક, દાળ, શીરે, પુરી, લાપશી ઈત્યાદિ બીજે દિવસે ખાવાં નહીં. આ તમામ પદાર્થોમાં એક જાતિને કોહવાટ શરૂ થાય છે અને તે ખાવાથી તંદુરસ્તી બગડે છે એ ચેકસ છે. તેથી એ નિયમ શરીરસંબંધે ખાસ ઉપયોગી છે.
૧૫. બે રાત્રિ વ્યતીત થયેલું દહીં ખાવું નહીં.” એની અંદર પણ છેત્પત્તિ થઈ જાય છે અને તે અમુક પ્રયોગ વડે જોઈ પણ શકાય છે, તેથી તે