________________
પરિચ્છેદ.
આરેગ્ય-અધિકાર
દાક્તર ફરેથ કહે છે, કે “વૈદા કરતાં વધારે અપ્રમાણિક ધંધે ભાગ્યેજ જેવામાં આવે છે.” દાક્તર ટેમસ વોટસન કહે છે કે “ઘણું અગત્યના સવાલવિષે શકથી ભરેલા સમુદ્ર ઉપર આપણે ધંધે ભટક્યા કરે છે. દાક્તર કેઝવેલ કહે છે કે “જે વૈદું નાબૂદ થાય તે માણસજાતને અથાગ લાભ થાય.” દાક્તર ફેંક કહે છે કે “હજારો માણસોની દવાખાનાંઓવાટે કતલ થાય છે.” દાક્તર મેસન ગુડ કહે છે કે “લડાઈ, મરકી અને દુકાળમાં જેટલાં માણ સેને ભેગા થાય છે, તેના કરતાં ઘણું વધારેને ભેગ દવાઓને મળે છે.”
જ્યાં જ્યાં વૈદે વધ્યા છે ત્યાં ત્યાં દરદો વધ્યાં છે એવું આપણે ઠેકાણે ઠેકાણે જોઈએ છીએ. જે છાપાઓમાં બીજી જાહેરખબર નહિ આવી શકે તે છાપાએમાં પણ દવાઓની મોટી જાહેરખબરે આવશે ઈન્ડિયન ઓપિનિયનમાં
જ્યારે જાહેરખબરે લેવાતી ત્યારે બીજાઓની પાસે જાહેરખબર માગવા તેના કારભારીઓ જતા; પણ દવાની જાહેરખબર નાખવાનું દબાણ આ છાપાઉપર દવાના માલેકે કરતા ને પૈસા પણ પુષ્કળ આપવાની લાલચ આપતા હતા. એક પાઈની કિંમત જેની છે તેવી દવાને આપણે રૂપીઓ આપીએ છીએ. ઘણે ભાગે દવા શાની બને છે તે તેના કર્તા આપણને જાણવાજ નથી દેતા. છુપી દવાઓ એ નામની પડી હાલમાં એક દવાવાળાએજ બહાર પાડી છે. માણસે ન ભમે તે હેતુ એ ચાપડી બહાર પાડવાનું છે. તેમાં તે બતાવે છે કે સાર્તાપરીલા, ફૂટ સેટ, સીરપ વગેરે અંકાએલી (પેટન્ટ) દવાઓ છે તેના આપણે ત્રણથી સાત શિલિંગ આપીએ છીએ. તેમાં આવેલી દવાની મૂળ કિંમત એક ફારધીંગથી એક પેની સુધીની હોય છે. એટલે આપણે ઓછામાં ઓછું છત્રીશગણું ને વધારેમાં વધારે ત્રણસેં છત્રીશગણું દામ આપીએ છીએ. એટલે આપણે ત્રણ હજાર પાંચ ટકાથી પાંત્રીસ હજાર ટકા સુધી ના આપીએ છીએ.
આમાંથી વાંચનારે એટલું તે જોવું જોઈએ કે દરદીએ દાક્તરને ત્યાં દેડવાની જરૂર નથી, એકાએક દવાઓ લેવાની નથી, પણ બધાં માણસ એટલી ખાશ નહિ રાખે. દાક્તરે માત્ર અપ્રમાણિક નથી, દરેક વખતે દવા ખરાબજ છે એવું સાધારણ માણસ નહિ માને. એવા બધાને એટલું કહી શકાય કે “તમે બને તેટલી ખામોશ રાખજે. દાક્તરને બને ત્યાંસુધી તસ્દી ન આપતા. દાક્તરને બોલાવો તે સારા માણસની પાસે જજો; અને એકને બેલાવ્યા પછી તેને વળગી રહેજે. તેજ બીજાને બેલાવવા કહે ત્યારે બીજાને બેલાવજે. તમારું દરદ તમારા દાક્તરના હાથમાં નથી. તમારું આયુષ હશે તે તમે ખચીત સારા થશે, અને જો તમે તદબીર કરી તે છતાં તમારું કે