________________
૩૬૮
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
ww
55
ચરા કહાડી નાખુ તે ઘર જેવું હતું તેવું સાફ્ પાછું થઈ રહે છે. દરદ-દુઃખપેદા કરી કુદરત આપણને સૂચવે છે કે આપણા શરીરમાં કચરા છે. કુદરતે વળી શરીરમાંજ કચરા નીકળવાના રસ્તા રાખ્યા છે, અને જ્યારે જ્યારે દરદ થાય ત્યારે આપણે સમજવુ જોઇએ કે આપણા શરીરમાં કચરા હતા તે હવે કુદરતે હાડવાનું શરૂ કર્યું છે. મારા ઘરમાં પડેલા કચરા કાઈ માણસ કહાડવાને આવે તેા હું તેના ઉપકાર માનું. તે માણુસ કચરા ક્ડાડી રહે ત્યાં સુધી મને જરા હરક્ત પડશે છતાં હું ખામેાશ પકડીશ. તેજ રીતે કુદરત મારા શરીરરૂપી ઘરમાંથી કચરા કહાડી જાય ત્યાં સુધી હું ખામેાશ પકડું' તે મારૂં શરીર સાફ થઈ જાય ને હું નિરોગ એટલે દુઃખ વિનાના થઈ રહું. મને શરદી થઈ છે; એટલે મારે તુરત કઇક દવા લેવાની–સુંઠ ખાવાની–દેાડ ધામ નથી કરવાની, હું જાણું છું કે મારા શરીરના અમુક ભાગમાં કચરા હતા તે કહાડવા કુદરત આવી છે. મારે તેને રસ્તા આપવા એટલે હું એછામાં ઓછી મુદ્દતમાં સાફ થઈ જઈશ. હું કુદરતની સામે થાઉં તે કુદરતને એવડું કામ; ચરા કહાડવાનું ને મારી સામે લડવાનું. કુદરતને હું મદદ કરી શકુ છું. જેમકે જે કારણથી કચરો દાખલ થયા તે કારણ દૂર કરૂં કે જેથી વધારે દાખલ ન થાય; એટલે કે તે દરમિયાન ખાવાનું બંધ કરૂં, તેથી વધારે કચરા પડતા અંધ રહે; અને ખુલ્લી હવામાં ચેાગ્ય કસરત કરૂં તેા વળી હું પણ શરીરની ચામડી વાટે કચરા કહાડતા થઈ જાઉં.
એકાદશ
અનુભવ તા એવા છે કે જે ઘરમાં માટલી પેઢી ત્યાંથી પાછી નીકળ તીજ નથી. અસંખ્ય માણસેા આખી જીંદગી કઈ ને કઈ રાગ ભાગવતા રહે છે, ને એક પછી એક દવા વધારતા જાય છે. વેદો હકીમેા ખલ્યાજ કરે છે. રાગ મટાડે તેવા વૈદની શેાધ-ખાળમાં ભમ્યા કરે છે; ને છેવટે પાતે ખુવાર થઈ, ખીજાને ખુવાર કરી તાલાવેલી કરતા મરી જાય છે. પ્રખ્યાત મર્હુમ જજ્જ સ્ટીવન જે હિંદુસ્તાનમાં પણ રહી ગએલા તેણે એક વેળા કહેલું, કે જે વનસ્પતિને વિષે વૈદ્ય ઘણું ઓછું જાણે છે, તે વનસ્પતિઓને જેને વિષે તેથી પણ આછું જાણે છે એવા શરીરમાં તેઓ દાખલ કરે છે. વૈદા પાતે પણ ખરેખર અનુભવ મેળવ્યા પછી એવાજ ઉદ્ગાર કહાડે છે. દાક્તર મેજેન્દ્રી કહી ગયા છે, કે “વૈદું એ મહા પાખ↓ છે. ” સર એસ્ટલી કુપર કરીને પ્રખ્યાત દાતર થઇ ગયા તેણે કહ્યું છે, કે “વૈદક શાસ્ત્ર એ માત્ર અટકળ ઉપર રચાએલું છે. સર જોન ફારમઝે કહ્યું છે, કે “ વંદાના ડહાપણુ છતાં પણ ઘણા માણસાના રાગ કુદરતેજ દૂર કર્યા છે. ” દાક્તર એકર જણાવે છે, કે “રાતીયા તાવમાં જેટલા દરદી મરે છે તેના કરતાં ઘણા વધારે તે દરદની દવાથી મરેછે.”
""