________________
३७६
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જ.
એકાદશ
ચેપ આપે છે. આ વાત ખરી હોય કે ખેટી, છતાં એટલું તે આપણે તેમાંથી સમજી શકીએ કે જ્યાં ત્યાં થુંકવાની આદત ગંદી અને નુકસાનકર્તા છે.
પડી રહેલું ને રાંધેલું અનાજ, શાક વગેરેનાં છેતરાં જ્યાં ત્યાં ફેંકવાની રીત કેટલાકમાં હોય છે. એ બધાંને જમીનમાં છીંછરાં દાટયાં હોય તે તે હવા બગાડી શકતાં નથી, ને કાળે કરી તેમાંથી ઉપયોગી ખાતર બને છે. સડે એવી કંઈપણ વસ્તુ ખુલ્લી ફેંકવી ન જોઈએ. આ બધી સૂચનાઓ સમજાયા પછી અમલમાં મૂકવી એ તદન સહેલું છે, એમ દરેક માણસ અનુભવે જોઈ શકશે.
આપણી કુટેવોથી હવા કેમ બગડે છે, ને તેને બગડતી કેમ અટકાવી શકાય, એ આપણે જોયું, હવે હવા કેમ લેવી એ વિચારીએ
ધ્રાણેન્દ્રિય. (નાક) (સત્ય પ્રકાશ.) નાક એજ અતિ ઉપયોગી ઓકિસજન નામની પવિત્ર હવાનું આકર્ષણ કરનાર લોહચુંબક છે. માટે તે લેહચુંબકને જોઈતો ખોરાક આપવા માટે સ્વચ્છ હવાની ખાસ જરૂર છે, સ્વચ્છ હવાથી તે સદા આનંદી રહી આપણને સુખ આપે છે, અને અસ્વચ્છ હવાથી તે સદા ગ્લાનિ પામી આપણને દુઃખ આપે છે.
આ દુનિઓમાં ઓકિસજન, કાર્બોનિક એસીડ ગ્યાસ, અને હૈદ્રોજન આદિ કેટલીક જાતની હવાઓ છે. જેમાંથી નાક પોતાની ચંચળતાને લઈ ઓકિસજન નામની હવા પિતાના ખોરાકમાટે શોધી લે છે. અને પાછી તેજ હવાને શરીરમાંથી કાર્બોનિક એસીડ ગ્યાસનાં રૂપમાં બહાર કાઢે છે.
કાર્બોનિક એસીડ ગ્યાસ નામની હવા અત્યંત ઝેરી છે. જે કોઈ મનુષ્ય તે હવા પિતાનાં નાકને લેવા આપે, તે તરત તે મનુષ્ય મૃત્યુ પામે. મનુષ્યનાં શરીરમાંથી નિકળતી કાર્બોનિક એસીડ ગ્યાસ નામની હવા એકઠી થવાથી આપણને કેટલુંક નુકશાન સહન કરવું પડે છે. પરંતુ આપણા ઉપર મહાન ઉપકાર કરનાર અઢારે ભારની વનસ્પતિ તે હવાનું આકર્ષણ કરી પિ નાના નિભાવ અર્થે શેધી લે છે અને ઓકિસજન નામની હવા પિતાના છિદ્રોદ્વારા બહાર કાઢે છે જેને આપણે ઉપભોગ કરીએ છીએ.
ઓકિસજન નામની હવા પણ કેટલાંક કારણોને લઈ બગડે છે, ત્યારે આપણને અતિ નુકસાન સહન કરવું પડે છે. માટે તે હવાને સ્વચ્છ રાખવા માટે પ્રથમ તે ચૌદ પ્રકારનાં સમૂર્ણિમ જીવોનાં ઉત્પત્તિ સ્થાનક અતિ શુદ્ધ રાખવાની મુખ્ય જરૂર છે.
પ્રાચીન સમયમાં મકાન બંધાવતી વખતે “પૌશધશાળા” કયાં ગોઠવવી એની ફીકર થતી હતી. તેની બદલીમાં અત્યારે મકાન બંધાવતી વખતે “પાયખાના” ની પ્રથમ સગવડ કરવામાં આવે છે. પાયખાનાઓ કરાવવાથી તેની સ્વચ્છતા તરફ બેદરકારીને લીધે અને સ્વચ્છ હવા પ્રગટ થઈ પિતાનાં ઝેરી જંતુઓવડે ઘરનાં તેમજ આડોસી પાડેસીવિગેરેનાં