________________
૩૩૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
સુપડાના આકારવાળા, તેમ પીંડીથી ભંગવાળા, વાંકા, ઠંડા, નાડીઓથી વિટાયેલા, ઓગળતા, ફિકા રંગવાળા, રૂક્ષ (લુખા-નિસ્તેજ ) આવા પ્રકારના મનુષ્યોનાં ચરણે (પગ) ઘણા નિંદિત છે એટલે અશુભ છે એમ જાણવું. ૧૩ ચરણમાં રહેલા વિજ વગેરે ચિન્હ તથા શુભ
આંગળીઓનું ફળ. राज्याय पादयो रेखा, ध्वजचक्राङ्कुशोपमाः। । अङ्गल्योऽपि समा दीर्घाः संहिताश्च समुन्नताः ॥ १४॥ (पा. च.)
જે મનુષ્યના પગમાં દવજ, ચક્ર, અંકુશજેવી રેખાઓ હોય તેને રા જ્યની પ્રાપ્તિ થાય છે. તેમ પગની આંગળીઓ પણ સમાન, લાંબી, મળેલી તથા ઉંચી હોય તે હિત (શુભ) ને આપવાવાળી જાણવી ૧૪
પગના અંગુઠાનું શુભાશુભ ફળ કહે છે. अङ्गष्टैविपुलैर्दुःखं, सदाऽध्वगमनंनृणाम् । वृत्तैस्ताम्रनखैः स्निग्धैः, सहितैस्तु सुखं भवेत् ॥ १५ ॥
પા. ૨ ) મનુષ્યના પગના અંગુઠા જે જાડા હોય તો તેથી હમેશાં રસ્તામાં પંથ કરે પડે તેમ સંકટની પ્રાપ્તિ થાય અને તે અંગુઠા ગોળ, લાલ નવાળા, કોમળ અને કલ્યાણકારી હોય છે તેથી સુખની પ્રાપ્તિ થાય છે. ૫
અંગુઠા કરતાં તેની પાસેની આંગળી મોટી હોય તે તેનું ફળ. हस्वात्लेशाय भोगाया ष्ठादीर्घा प्रदेशिनी। . .
(ા. ૫.) समा तु मध्यमाश्लिष्टा धिये दीर्घा कनिष्ठिका ॥१६॥
મનુષ્યના પગને અંગુઠે ટુંકે હોય અને તેના કરતાં તેની પાસેની આંગળી લાંબી હોય તેને કલેશની તથા વિષયભેગની પ્રાપ્તિ થાય છે. એટલે આવી આંગળીવાળો મનુષ્ય કલેશ કરનાર તથા વિષયી (કામી) હોય છે. અને તે આંગળી અંગુઠા બરાબર હોય તેમ વચલી આંગળી સાથે ભેટીને રહે. તી હોય તથા ટચલી આંગળી લાંબી હોય તે તેથી મનુષ્ય બુદ્ધિમાન છે એમ જાણવું. ૧૬