________________
પરિચ્છેદ. મૂર્ખસમીપે વિદ્વજોન-અધિકાર.
૨૯૭ નજજ *** **** ** ** **ણa == સમજી વિસારી કદી સંડાસ ઉઘાડીએ ન, જે ઉઘાડીએ તે નાક બંધ કરી ફરીએ, કહે દલપત્તરામ જે કદાપિ કેઈ ઠામ, ખળ મુખ બેસે ત્યારે કાન બંધ કરીએ. ૯ માનવીઓ મધ્ય અભિમાન ધરી શ્વાન કહે, નગરીના લેક છેક નબળા નરમ છે; હું ભણું સર્વને મને શી ન શકે કેઈ, કેવું મોટું મારું ચેખું બઢતું કરમ છે; ત્યારે તેને તેજ ઠામ કહે દલપતરામ, બેટે એવો મટે તારા મનમાં મરમ છે; ભસવાને ભાઈ તેતે તારેજ ધરમ ધાર, સજજનને ભસવાની અતિશે શરમ છે. ૧૦
મૂર્ખ લોકોની વાત તથા તકરારે ઢંગધડા વગરની હોય છે, કેઈ ડાહ્યો માણસ તેને યોગ્ય જવાબ આપે તેના પર તેઓ ધ્યાન દેતા નથી તેઓ કદાચ ધ્યાન દે છે તે પણ તેનું રહસ્ય સમજવાની તેઓનામાં શક્તિ હોતી નથી તેઓ પોતાને જ કો ખરો હોવાનું જ ફૂટયા કરે છે અને પદ્ધતિસર વાત કરનાર ડાહ્યા માણસનું માથું પકવે છે. માટે તેવા મૂના સમાગમમાં કોઈ કારણે સર આવી જવાયું તે વખત ડાહ્યા માણસે મુંગા રહેવું એજ ઉત્તમ છે.
બનતાં સુધી મૂખ લોકેના સમાગમમાં ન આવવાની સંભાળ રાખવી એજ વધારે ઉત્તમ છે રાજા ભર્તુહરિ એમજ કહે છે કે પશુઓની સાથે જંગલમાં ભટકવું પડે તે તે કબુલ કરવું પણ સ્વર્ગ જેવા સ્થાનમાં પણ મૂખન સમા ગમ કરવાથી દૂર રહેવું.
આ દશમ પરિચછેદમાં આવા પ્રકારના પણ અધિકારો લઈને દેખાડવામાં આવ્યું કે બુદ્ધિહીન લોકે દુનિયામાં નિદાને પાત્ર થાય છે અને તેઓ પોતાનું કંઈપણું હિત સાધી શકતા નથી ધર્માચરણ અને આત્મવિચાર કરવાને રસ્તે તેઓને માટે ખુલ્લે કયાંથી હોય? કારણ કે તેઓની બુદ્ધિ કુંઠિત હોય છે માટે બુદ્ધિ કેવા કેવા પ્રયત્નોથી ખૂલે તેવા પ્રયત્નનું તથા બુદ્ધિ શ્રેષ્ઠ હોય છતાં શરીર રોગગ્રસ્ત હોય તે બુદ્ધિને વ્યગ્રતારૂપી પિશાચી વળગી તેનો રસકસ ચુસી જાય છે માટે આરોગ્ય પણ જાળવવું જેથી બુદ્ધિ સ્વસ્થ રહે અને આત્મહિત સધાય તે સમજાવાને હવે પછીના પરિછેદમાં યથાશક્તિ પ્રયત્ન કરવાનું ધારી આ અધિકારની સાથે આ પરિચ્છેદની પણ સમાપ્તિ કરવામાં આવે છે અને આ ગ્રંથના વાંચનારાઓને માટે ઈચ્છવામાં આવે છે કે તેઓ સુબુદ્ધિવાળા અને સુપ્રયત્નશીલ બની સમગ્ર સંસારનું તથા પિતાનું પણ કલ્યાણ થાય તેવી પ્રવૃત્તિમાં પરાયણ રહી પરિણામે નિવૃત્તિનું શાશ્વત સુખ ભોગવે, તથાસ્તુ.