________________
વ્યાખ્યાનસાહિત્યસ‘ગ્રહ-ભાગ ૩ જ.
દેશમ
******
*** www
આમ થવાથી ગલશ કરે વિચાર્યું કે ઘેર રહીને કરે! ભણશે નહિ માટે પરદેશ માકલવા. તેથી છેકરાને કાશીએ ભણવા મેાકલી દીધા. ત્યાં ગુરૂની આજ્ઞા મુજબ વિદ્યાધરે ચાલવા માંડયું. રાત્ર દિવસ મેહેનત કરી ગુરૂ આપે તે પાઠ કરવા ચૂકે નહિ, અગત્યનાં કામ સિવાય શાળા બહાર જતા નહિ. આવી રીતે વેદ ભણવામાં પેાતાનું લક્ષ ચોંટાડી પોપટીઉં જ્ઞાન સંપાદન કર્યું. વ્યવહારની ખામતપર બિલકૂલ લક્ષ આપતા નહિ, તેથી તેવા જ્ઞાનથી તદન અજાણ્યો રહ્યો. સુમારે દશ વર્ષ કાશીમાં રહ્યા તે અરસામાં ચારે વેદ્ય મેઢે કર્યાં. તે એવી રીતે ઓલતા કે જાણે ગંગાની ધારા છૂટી. તેમાં વળી હસ્વ દી'ના પણ દોષ આવે નહિ. ગુરૂએ તેના આવા સારા અભ્યાસથી પ્રસન્ન થઈ તેને ઘેર જવાની આજ્ઞા આપી, તેથી પેાતાની અઢાર વર્ષની વયે તે વતનભણી વળ્યો. કેટલેક દિવસે સેાજીત્રાથી ત્રણ ગાઉ ઉપર ગામ છે ત્યાં આવી પહોંચ્યા. મધ્યાન્હના વખત થયા હતા તેથી તે ગામના પાદરે એક નદી વહેતી હતી તેમાં સ્નાન કરી કંઇક ટીમણુ કરી લેવાના વિચાર કરતા હતા. તેવામાં તેના ગામના પિછાનવાળા ત્રણ ચાર જણુ મળ્યા. ઘણા દહાડે વિદ્યાધરના મેળાપ થયા તેથી ખૂબ હુથી ભેટયા. તેમાં એક જરા ટીખળી હતા તેણે પૂછ્યું “મહારાજ કયાં સુધી અભ્યાસ કર્યા ?”
૨૮૬
વિદ્યાધર-ચાર વેદ પુરા.
ટીખળી-શાખાશ ! હવે તમારી બરાબરી કરે એવા આ પ્રાંતમાં કાઈ નથી. વિદ્યાધર--મારે ઘેર સા કુશળ છે ?
ટીખળી--હા. સૈા ક્ષેમ કુશળ છે. પરંતુ (વેદમૂર્તિની વ્યવહારના જ્ઞાનમાં કેવી કુશળતા છે તેની પરીક્ષા કરવા માટે) એક શેકકારક બનાવ બન્યા છે. વિદ્યાધર--(અધીરા થઇને) તે શા મને ઉતાવળે કહા ભાઇ. ટીખળી—તમે વસ્ર ઉતારીને નદીમાં ઉભા રહેા એટલે કહું. વિદ્યાધર-- નદીમાં ઉભા રહી) લેા, હવે કહેા.
ટીખળી––તમારી સ્ત્રી રાંડી છે.
વિદ્યાધર--શિવ ! શિવ ! શિવ ! આવા કાપ!! ( આમ ખોલી ન્હાતા ન્હાતા પાક મૂકીને રાવા લાગ્યા ).
ટીખળી હવે તમે છાના રહેા અને ઘેર જલદ્દી જાઓ.
વિદ્યાધર-હું શું માઢું લઇને ઘેર જાઉં ! મારા તે પગજ ઉપડતા નથી ! ! ટીખળી-શું કરીએ! એમાં આપણા ઇલાજ નથી !
વિદ્યાધરે કપડાં પહેરી ઘરભણી ચાલવા માંડયું. બે ત્રણ ખેતરવા ચાલ્યા એટલે વિચાર થયા કે, “મારે ઘેર જવું તે શી રીતે ? મને કાંઈ આવી ખાખ