________________
પરિ છે.
મૂ—અધિકાર.
૨૫૯
દઈ ઠેકી જવા નિશ્ચય કર્યો, ને તેમ કરી ઠેકીને પેલી તરફ તે પડયે ખરે, પણ સેટી પાતળી અણસહીત ભાંગી કડક થઈ, તે કડકા જમાલભાઈએ નાખી દીધા.
હવે તે જમાલભાઈને “ચલ જાઉં કે ટ૫ જાઉ” એ બોલી કે ચ ઢ હતો, તેને તે યાદ રહી ગયે. પિતાને જવાના ગામનું નામ પણ એક ધારી બેઠે. ગામનું નામ સૂચવનાર સોટીની અણુ હતી તે ભાંગી ગઈ હતી એટલે મને ખરૂં નામ યાદ આવવાપણું રહ્યું નહિ. મીઆ રસ્તે કાપતે જાય ને ઉપર મુજબ બેલતો જાય. રસ્તામાં મળે તે માણસને “ચલ જાઉ કે ટ૫ જાઊં” ગામ કેટલે દૂર એમ પૂછે, ત્યારે લોકો આશ્ચર્ય પામી કહેતા કે
એવું ગામ તે કઈ જગ્યાએ છે નહિ.” એમ પાંચ છ જણાએ કહ્યું, એટલે મિનો હાથ ઉપર આવ્યો ને બોલવા લાગ્યું કે, “મેંને અવલથીજ બોલી યાથા કે ઐસા ગામ તે મેરી દગાનમેં સુના નહિ હૈ! આખરભી ઐસાને ઐસાજ હવા! સરકાર બડી દિવાની હૈ? એસે એસે કુલમેં પઢતે સબ લડકેકુ થાનદાર બનાતા હૈ ઉસકું ગામક નામથી માલુમ નહિ હતા. જે દરબારી ૧દેતીઆ હોવે તે ઐસા ગામકું કબી ભેજનેવાલા નહિ. ચલ છવા પીછા? યે થાનદારકી પાસ જાકે અછી તરેહનેં ઉસ્કી ધૂલ, ઝટકના.”
એમ કહી જમાલભાઈ પાછા વળીને થાણદાર પાસે સાંજે આવ્યું. થા ણદારે પૂછયું “તમને જે ગામ મોકલ્યા હતા ત્યાં જઈ આવ્યા?” ત્યારે જ માલભાઇએ કહ્યું, “અરે? તમને ખાલીપલી મેરેકું “ચલ જાઉં કે ૮૫ જાઉ” ગામ ભેજા એસા ગામ તે દુનિયાકી બિચમેંભી નહિ હૈ!”
થાણદારે કહ્યું, “તમને અણીયાળી ગામ મોકલ્યા હતા ને “ચલ જાઉં કે ૮૫ જાઊં” નું નામ કયાંથી લાવ્યા. બેલા નાયકને?”
નાયકે આવી જમાલને પૂછયું, “જમાલભાઈ! તમને અણુયાળી ગામ જવા કહ્યું હતું, ને તેની નિશાનીસારૂ સેટીને અણું કાઢી આપી હતી, તેમ છતાં તમે કેમ ત્યાં ન ગયા? સેટી કયાં ગઈ! કેમ દેખાતી નથી? ”
- જમાલભાઈઝહાઆઆઆ! અબ યાદ આયા! સચબાત! સોટીકું અણી નીકાલ દીઈથી એ એક પાનીકે ખડ઼ાપર મેં કૂદા, તબ ટુકડા હે ગઈલેકીન ઉસીબખ્ત મને “ચલ જાઉં કે ૮૫ જાઉ” ઐસા બિચાર કિયાથા સે યાદ રેગયા.
આ સાંભળી સે હસવા લાગ્યા. ફરીથી કાગળમાં નામ લખી આપી તેને મોકલ્ય.
૧ મેહેતા, કારકુન, વહીવટદાર, દવાત રાખનાર તે દેતી. કમરમાં લાંબી પ્તિળની. દવાત રાખી ફરવાની રીત રજવાડામાં હેય છે તે ઉપરથી કહેવાય છે,