________________
૨૭૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ જનજwwwwwwwwwwxxxજન=નક == = =
આવો ઠરાવ કરી રાત્રે વાળુ કરીને મિભાઈ પાસે ગયો. ત્યાં તમામ તેની રાહ જોઈ બેઠા હતા હકાને ગડગડાટ થતું હતું, કોઈ અફીણના જેરથી માથું નમાવી ઝોકાં ખાતા હતા, તે કઈ અગાઉના બાદશાહોની વાતે કરતા હતા, તે સાંભળી બીજા હોંકારા આપી રાજી થતા હતા. ને વાણિઆને આવતે જોઇ તેમણે તેને આદરમાન આપી બેસાર્યો ને એક બુટ્ટાએ પૂછયું. “કયું શેઠ, કેસી ખબર હૈ ?”
વાણિઓ–બબરમાં શું પૂછવું! તમારા સામે આજ ચારખુંટ ધરતીમાં કેણ થઈ શકે એમ છે. જ્યાં સૂરજને વાત કરી કે “અમારા કતી તમારી સાથે લડાઈ કરવા તૈયાર થયા છે.” તેવાં જ તેને તો ગાત્રજ શિથિલ થઈ ગયાં ! જાણે તેલમાં માંખી ડૂબી હોય તે થઈ ગયો ! તેણે કહ્યું જે “મિ સાહેબે કહે તેમ કબુલ છે. હું કાંઈ તેમનાથી બહુ નથી, પણ તેણે –
બુ મિ -(વચ્ચે બોલી ઉઠ) દેખો સૂરજ કૈસા નરમ ઘેંસ જેસા હો ગયા! હું અં અં! પછે કયા? (વાણિઓને આગળ વાત ચલાવવા કહ્યું.)
વાણિઓ–(કહેવું જારી રાખ્યું) પણ તેણે કહ્યું છે કે એક મારી વાત પણ કબાતિઓએ મંજુર રાખવી.
- મિ –ઓ બાત ક્યા હૈ. સૂરજ એસા ડર ગયા હૈ, તબ હમ કાયકું ઉરકી બાત મંજુર ન રખે! અલબત છે.
વાણિઓ–તેનું કહેવું એવું છે કે “તમારે સાંજે શહેરમાં જવું અને સવારે પાછા આવવું, એટલે કોઈ વખત સામે આવીશ નહિ.”
બુઢા મિ –ચે બાતકી ફિકર નહિ. અપના ડરાયા ડરગયા તે એ જે મંગતા હૈ સે હમારે કબૂલ હૈ. લેકીન ઉલ્કી પાસ પર જાણે કેહઆના કે અબ કબી સામને આયાતો ટુકડે ટુકડા કર ડાલે ! ! !
વાણિઓ–એમાં શું શક? જઈને એને કહી આવીશ, માટે ઠરાવમુજબ રૂપિઆ મને આપવા જોઈએ.
કચ્છતીના ઘરમાં તે કાંઈ રૂપિઆ હતા નહિ તેથી તુરત કરજે કાઢી રૂપિઆ પાંચસે આપ્યા તે લઈ વાણિઓ મિઆ સાહેબની મૂઈને હસતે હસતે ઘેર આવે.
આ વાત કુદરતના નિયમવિરૂદ્ધ અશક્ય બીના બનવાની ઈચ્છા રાખનારા મૂર્ખ ને અક્કલના દુશ્મન માણસોના દષ્ટાંત તરીકે વપરાય છે. તેમજ તેવા બેવકૂફ લોકોને પ્રપંચી લેકે કેવી યુક્તિ વાપરી સંતોષ પમાડી ઠગે છે, તે બતાવી આપે છે.