________________
પરિચ્છેદ
મૂ–અધિકાર.
૨૭૧
છે તે તેમાં કાંઈ એઓનું વળવાનું નથી એ એમની માટી મૂર્ખાઈન લાભ આપણે ન લઈએ તે વાણિઆના દીકરા શાના ! - આમ વિચારી સમય ઓળખીને ઝાંપા બહાર તમામ મિભાઈ એકઠા થયા હતા ત્યાં જઈ વાણિએ કહ્યું કે “તમે એકદમ સૂરજની સામે લડાઈ કરવાને તૈયાર થયા છે, પણ તેને આગળથી ખબર આપી છે ? અગર તેને મત વઢવાને કે તાબે થવાનું છે તે તમે કાંઈ જાણે છે? શૂરા પુરૂષે આમ અણુચીંતા કેઈ ઉપર ચઢાઈ કરતા નથી, માટે તમારે પ્રથમથી વિષ્ટિ ચલાવવી જોઈએ.”
વાણિઆનું આ કહેવું સર્વને વ્યાજબી લાગ્યું. એક ડાહ્યામાં ખપનાર મિએ કહ્યું કે, “તુમ્હારી બાત તે સચ્ચી હૈ લેકીન ઉસ્કી ઔર હમારી પંચાતમે કોન પડેગા ? ઔર ઉસ્કી પાસ પેગામ કેણ લે જાયેગા.
વાણિઓ–અરે મિઆ સાહેબ, નેળનાં ગાડાં કાંઈ નેળમાં રહ્યાં સાંભળ્યાં છે! પાંચ પૈસા ખરચ કરવા હોય તે બધું થાય. - મિ —–ખર્ચકી કુછ ગીનતી નહિ એતે ચઈએ ઈતના કરેંગે, લેકીન કામ કરનેવાલા કૌન હૈ? - વાણિઓ–કામ કરવાવાળો હું તૈયાર છું. રૂપિઆ પાંચસેં તમારે આપવા પડશે. તે તમારો અને સૂર્યને કજીઓ હું પતાવી દઈશ.
મિ –પાંચસો રૂપિઆ કુછ બડી બાત નહિ. દ પાંચસો કયું નહિ હતા ! હમ કુછ મુજીખાં નહિ હૈ કે ટેનેસે પીછા હઠે? હમ આ દેકું તૈયાર હૈ.
વાણિઓ–ઠીક ત્યારે, અત્યારે તે સૈ સૈને ઘેર જાઓ; રાત્રે હું સૂર્યની સાથે વિષ્ટિ કરી તમને એ બાબતના સમાચાર દેવા આવીશ.
સઘળા મિઆ સાહેબે પોત પોતાને ઘેર ગયા. વાણિઓ પિતાની દુકાને જઈને વિચાર કરવા બેઠે કે અરે દૈવ! ગાંડાના ગામ કાંઈ જૂદાં વસતાં નથી, પણ તેઓ બીજા માણસેની ભેળા ગામમાં જ વસે છે ! શહેર અહીંથી ઉગમણી દિશાએ છે તેથી જતી આવતી વખતે સૂર્ય સામે આવેજ આવે ! એટલી સહેલી બાબત પણ તેના મગજમાં આવતી નથી ! કુદરતી નિયમ તે કોઈથી ફરી શકે એમ નથી, પણ મિઓ પિતાને વખત બદલે એટલે શેહેરમાં જવાનો વખત સાંજનો ને પાછા વળવાને વખત સવારને રાખે તે પીડા મટી શકે ખરી, માટે એ ગાંડીઆઓ પાસે જવા આવવાને ટાઈમ ફેરવાવ અને રૂપીઆ પાંચ પડાવી લેવા ચુકવું નહિ.
* લેભી.