________________
૨૬૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
ભગે--ના. સાસુ--અમારી દીકરી હજી માંડી છે? ભગે--હા. સાસુ--હજી સારું થયું નથી ? ભગે--ના. સાસુ--ઓસડ વેસડ કરતા હતા? ભગે--હા. સાસુ- કેદ ઔષધની ટીક્કી લાગતી નથી? ભગે--(ઘણું જવાબ દેવાથી કાયર થઈ ગયો હોય તેમ તું કહાણું
કરીને) ના. સાસુ--(જમાઈએ મેં બગાડયું તેથી વહેમ આવવાથી,) શું કાંઈ છાનું
રાખવા જેવું છે ? ભગે--હા. સાસુ--(કેરે લાવીને ધીમેથી) છોકરીતે જીવતી છેકની ?
ભગે--ના.
સાસુ--અરર ! મરી ગઈ? ભગે-- હા !
આથી ઘરમાં રડારોળ થઈ રહી. એવામાં ભગાને સાસરે બહાર ગયે હતો ત્યાંથી આવ્યા. તેની જોડે ખેડાનો રહેનાર ભગાને પાડોશી કામનો પ્રસંગ હોવાથી આવ્યો હતો. તેઓ રડારોળ જોઈ ગભરાઈ ગયા, અને પૂછતાં માલમ પડ્યું કે ખેડામાં પરણાવેલી તેની દીકરી ગુજરી ગઈ. પેલો પાડોશી એ બાઈને નજરથી જોઈ તુરતનો આવેલ હતું તેણે કહ્યું. “ હું તમારી દીકરીને નજરે જોઈ ઘોડાપર બેશી હમણાંજ ચાલ્યું આવું છું. અને આવા માઠા સમાચાર તમને કોણે કહ્યા?” એટલે સૌએ ભગાભાઈનું નામ દીધું, જે ત્યાં હાજર હતા. ત્યારપછી તે બંનેની રજુઆત થઈ તેમાં ભગાભાઈનું
પાળું ઉઘાડું થયું કે, તેની ઓત તે જીવે છે, પણ માંદી છે તેથી આવી શકી નથી. તેની માએ એક વાતની “હા”ને બીજી વાતની “ના” કહેવા શીખા મણ દીધી હતી તે ઉપર સુરત રાખી જવાબ દીધું છે તેથી આમ થયું, એમ ખુલ્લું તેણે કહી દીધું. આથી સોએ તેને ઢોર જેવો મૂર્ખ કહી ફિટકાર આપ્યો! આ વાત ગામેગામ અને દેશદેશ પ્રસરી ગઈ, અને તે દિવસથી કોઈ માણસ જે બહુ છેટું કામ કરે તે “ક ભગાના જેવું” એમ કહેવાયું.
કાકા
ન
કર