________________
દશમ
૧૯૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. =========×==કwwwwwwxxxwwwwww કે નથી જેતે પુત્ર. ગમેતે હે પણ હું, અને મારું વળી એ અપમાન કરે? આજ તેના મનમાં રમી રહે છે. અને નાહક દ્વેષ ઉત્પન્ન કરી પિતાના આ ત્મબળને ક્ષય કરી પિતાનું ખરું સ્વરૂપ જે બ્રહ્મત્વ તેથી વિમુખ થાય છે. ન આવું મોટા મોટા વિદ્વાનો, પંડિત અને ધર્મરક્ષકે પણ કરે છે. તો બીજા કરે તેમાં તે નવાઈજ શી?
આજ પ્રમાણે આપણે જરાપણ આપણા મૂળ સ્વરૂપને વિસારી દઈએ છીએ કે તરતજ આપણા દુશ્મનો કે જે રાગદ્વેષાદિ છે તે આપણું ઉપર ચઢી બેસે છે, અને આપણને આપણા મૂળ સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે.
માટે જે આપણે આપણામાં પરમાત્માના સામર્થ્યને આકર્ષવા હોય તે આપણા સ્વરૂપનું જરાપણ વિસ્મરણ કરવું જોઈએ નહિ.
અને આપણુમાં આપણા મૂળ ધર્મોને અખંડિતપણે સ્થાન આપવું જોઈએ.
પ્રાણીમાત્ર પ્રતિ પ્રેમ રાખે એ પરમાત્માનું લક્ષણ છે. તે આપણે પણ પ્રાણીમાત્રપ્રતિ પ્રેમ ન રાખવો? અવશ્ય આપણે પણ સવ પ્રસંગમાં પ્રાણીમાત્ર પ્રતિ પ્રેમ રાખવેજ જોઈએ.
- પ્રેમ એ ઈશ્વરને ગુણ છે, તે તે પ્રેમને આપણામાં કેમ સ્થાન ન આપવું જોઈએ?
જ્યારે આપણે સર્વતરફ પ્રેમ રાખીએ છીએ ત્યારે આપણી દષ્ટિ વિશાળ થાય છે. વાવ કુટુંક આ દુનિયા તે આપણા કુટુંબરૂપ થાય છે. અને પછી ત્યાં આ મારો દુશ્મન કે આ મારો મિત્ર એ ભાવ છૂટી જાય છે. અને સર્વ મિત્ર તુલ્ય જ આપણી સાથે વર્તે છે.
પ્રેમ એ એવો ગુણ છે કે જે તેને આપણામાં સર્વદા સ્થાન આપતાં આપણે શીખ્યા તે પછી આપણાતરફ દરેક વ્યક્તિ આકર્ષાય છે, દરેક વ્યક્તિ આપણતરફ પ્રેમ રાખે છે, અને તેથી સર્વ આપણું મિત્રો થઈને રહે છે. - જે કોઈ માણસ આપણે બિગાડ કરી જાય તો પણ તેના તરફ તમે પ્રેમની નજરથી જુઓ, તે તમારા સમાગમમાં આવે તે વખતે તો તેને તમારૂં તેના ઉપર હેત છે તેવું બતાવે, તેના ઉપર પ્રેમ ધરે, તેણે કરેલાં કૃત્યને બદલે વાળવા ન જાએ, પરંતુ તેને બદલે તેના ઉપર પ્રેમ લાવી અને વાળો, તે પછી તે તેના કરેલા કૃત્યને માટે આપોઆપ પસ્તાશે. અને જેમ કઈ તરવારને વજમાં મારવાથી વજી તુટતો નથી કે તેમાં ઘા થતો નથી પરંતુ તે તરવાર લોચા થઈ જઈ પાછી પડે છે અને પાછી પડવાથી તેનો