________________
પરિચ્છેદ.
બુદ્ધિ અધિકાર.
૨૪૯
બુદ્ધિથી ચરને વિંછી કરડાવનાર વાણિઓ. એક વખત નાંદેદ ગામમાં વાણિઆવાડમાં રોજ રાતના ચોરે ફરતા અને ચોરી કરવાને લાગ જોયા કરતા હતા. શેરીનાં તમામ માણસેના જાણુવામાં આ વાત આવી હતી તેથી તેઓ સઘળાઓ સાવધપણે રહેવા લાગ્યા. કેઈએ આખી રાત જાગતાજ રહેવાને ઠરાવ કર્યો, તો કેઈએ આખી રાત દીવે બળતે રાખવાનું વાજબી ધાર્યું. કોઈ ચોકીદાર માણસ સૂવાડવા લાગ્યાં તે કઈ ક્લાક બે કલાક ખુંખારા હાકોટા કર્યા કરે. પરંતુ એક હોંશીઆર અને વિચક્ષણ વાણિઆએ કાંઈ નવીજ યુક્તિ કરી. તેણે એક વાઘરી પાસે વિછી ૫કડાવી મંગાવ્યો. તે એક દાબડામાં મૂકી તે વાતથી પિતાની બાઈડીને વાકેફગાર કરી દાબડે ઘરમાં મૂકવા આપે. ગજેગે તેજ રાત્રે તેના ઘરમાં ચેરાએ ખાતર પાડયું અને એક ચાર માંહે પિઠે. ચાર પેઠાની વાણિઆને ખબર પડી એટલે ધીમેથી ચારને સંભળાવવામાટે પિતાની સ્ત્રીને કહે છે કે –
વાણિઓ—સાંભળે છે કે? અરે! સાંભળે છે કે વાણિઅણુ–હા, હા, શું કહે છે? વાણુઓ–આજ તને પેલો દાબડે આ તે ક્યાં મૂક્યું છે? વાણિઅણું–તે તે સામેની ભીંતને ગોખલામાં મૂકે છે.
વાણિઓ–અરે રાંડ! એમ ગોખલામાં તે મૂકાતે હશે ! એ દાબડામાં તે લાખ રૂપીઆના હીરા માણેક ને રત્ન છે.
વાણિઅણ–બળ્યું. હવે રાત્રિએ તે નિરાંતથી ઊંઘે ને ઊંઘવા દે. એ તે જ્યાં મૂક હશે ત્યાંને ત્યાં હશે! સવારમાં ઉઠીને પટારામાં મૂકી દઈશું, તમે દિવસે નચિંત નહિ તે નહિ, પણ રાત્રે પણ તેવાજ !
વાણિઓ-નશ્ચિત તે શાના હોય? રળીને લાવવું હોય તે ખબર પડે. તારે તે ખાધે પીધે દીવાળી ને ઉગરે ઉચાટ.”
ઘરધણીના કહેવા ઉપરથી દાબડામાં લાખો રૂપિઆના જવાહિર જાણી ચાર ઘણું હરખાય, અને તે ચાર જવાનું ધારી, વાણિઓ અને તેની સ્ત્રી બંને જણાં પાછાં જ પી જાય તેની રાહ જોતે બેઠા થોડીવારે બેલતાં ચાલતાં બંધ થયાં, એટલે રે ગોખલામાને દાબડો ખોળવા માંડે. થેડી વારમાં તે હાથ લાગ્યો કે ચારે ઉઘાડીને માટે હાથ નાંખ્યો. એટલે તરત વિંછીએ કંપ
કૌતકમાળા. ૨૨