________________
પરિચછેદ
બુદ્ધિ-અધિકાર.
२४७
કદાપિ આપણી પરીક્ષા કરવા પૂછતા હોય માટે જવાબ તે દેજ જોઈએ?
ચોથો વાણિ –તમે બધા નાનાં છોકરાં જેવી વાતો કરે છે, આમાં જરૂર કાંઈ દગે છે, માટે મગનું નામજ પાડવું નહિ. એજ ખરો રસ્તો છે.
આ પ્રમાણે માંહોમાંહે સંતલસ કરતા હતા, તેવામાં ફરીથી લહુવાએ હાટે મારી પૂછયું, “ભાઈઓ! શું વિચાર કરો છો? આ શી ચીજ છે? તે જલદીથી કહી.”
એક વાણિઓ–આતે કાંઈ અનાજ જણાય છે. બીજો , –હા, કઠેળ જેવું કાંઈ લાગે છે ખરું.
ત્રીજે , –કઠેnતે ખરું, પણ પેલા કેવારે...અરે ! તેનું શું નામ (યાદ આવતું નથી એવો ડોળ કરી) નાના દાણા જેવું લાગે છે તે? - એથે વાણિઓ–આતે મરી જેવા ઝીણા ઝીણા દાણું છે. અડદના હોય તે ના નહિ. - બાદશાહ–(ગુસ્સે થઈને) સબ બનીએ અધે હોય કે કયા? એ મુંગ હે સે દેખતે નહિ.
બધા વાણું આ બોલી ઉઠયા, હા, આ આ! સાહેબ એજ, આપે નામ દિધું એજ.
લહ–શું નામ? વાણિઆબાદશાહે કહ્યું એએએજ એનું નામ. લહે–તમે ફરીથી બોલો એનું શું નામ?
વાણિઆ–(ભુલી ગએલું યાદ કરતા હોય એમ) પેલું કેવુંરે, બાદશાહે કહ્યું, એજ, એ જ, એતો બાદશાહ સાહેબ બેલશે ત્યારે યાદ આવશે. આમ રગઝગ થઈ પણ ફરીથીએ મગનું નામ દીધું નહિ. તેથી બાદશાહને ખાત્રી થઈ કે વાણિઆની જાત બડી ખબરદાર છે. પછી એ વખત તે સોને રજા આપી.
બાદશાહ ઉપલી વાતથી સમજો કે વાણિઆની જાત પહોંચેલી ખરી પણ કોઈ પ્રકારે એમને ફાંદામાં લાવી શિક્ષા કરવી એમ નિશ્ચય કર્યો. તેના ડાહ્યા પ્રધાન હવાએ યુક્તિ બતાવી કે “સાહેબ, આપ શિકારમાં સૂવર મારીને લાવે, તેને દરવાજાની વચોવચ્ચ ટાંગી વાણિઓને બોલાવીને પૂછવું કે, “આ શું જનાવર છે”? વાણિઆ કહેશે કે “સાહેબ સૂવર છે,” એટલે આપ સાહેબને અપશબ્દ કહ્યાનું તહોમત મૂકી શિક્ષા કરી શકાશે.” બાદશાહને