________________
૨૦૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
દશમ કxxxકરનજનક****** ********** જે મૂળ સ્વરૂપ આપણું વાસ્તવ હું છે તેને વિસારી દઈ તેના ગાઢ સંબંધમાં રહેનાર આ મનને હાલ આપણે આપણા વાસ્તવ હું તરીકે ઓળખીએ છીએ.
આથી આપણું વાસ્તવ હજ પરમાત્મા સાથે ગાઢ સંબંધ છે તે તરફ નજર રાખતાં મનના પ્રદેશમાં રખડી હર્ષ શેક અને કલેશને પ્રાપ્ત થઈ આપણે સુખી અને દુઃખી એવા ભેદને ગ્રહણ કરીએ છીએ.
પરમાત્મા સામર્થ્ય સંપન્ન અને સુખના મહોદધિ છે. પરમાત્માજ જ્ઞાનસ્વરૂપ છે, અને પરમાત્માને આપણા વાસ્તવ હું જે પરમાત્મા તેમની સાથે ગાઢ સંબંધ છે. જેથી યથાર્થ સુખ અને જ્ઞાનને પ્રાપ્ત કરવા ઈચ્છનારે મનના પ્રદેશમાં રખડવાનું નથી પણ આપણું વાસ્તવ હું જે આત્મા તેના પ્રદેશમાં પ્રવેશ કરવાનો છે.
આત્મામાંથીજ યથાર્થ જ્ઞાન થઈ શકે છે; માટે મનુષ્યોએ મનના પ્રદેશમાં રખડવાથી આત્મામાંથી ઉઠતાં જ્ઞાનનાં કુરણને તેઓ જાણી શક્તા નથી.
જેમ કાચ એ દીવાના તેજથીજ પ્રકાશે છે તેમ મન એ અંતરાત્માના પ્રકાશથીજ પ્રકાશે છે. જેમ દીવો લઈ લેવાથી કાચનું તેજ જતું રહે છે તેમ અંતરાત્માના પ્રકાશસિવાય મન એ કેવળ જડ છે. અને તેથી ચિતન્ય સ્વરૂપ જે અંતરાત્મા તેના પ્રદેશમાં પ્રવેશ કરી યથાર્થ જ્ઞાન મેળવવું જોઈએ.
એકાગ્રતા અને મનની શાંત સ્થિતિ એ બે અંતરાત્માના પ્રદેશમાં જ વાને માટે અગત્યનાં છે. અને આ બે પ્રાપ્ત કરવાથી અંતરાત્માના પ્રદેશમાં જઈ શકાય છે.
અંતરાત્માના પ્રદેશમાં જવાને માટે બાહ્યપ્રદેશ, અને અંદરનો પ્રદેશ. આ બે પ્રદેશમાં કઈ અંદર જવાનું હોય છે.
બાહ્યપ્રદેશઉપર જય મેળવવાને માટે જ્ઞાનેંદ્રિયોને કબજામાં રાખવી પડે છે, કારણ કે મન એ પાંચ જ્ઞાનેંદ્રિયવડે બાહ્ય જગતનું જ્ઞાન મેળવી શકે છે, અને તે જ્ઞાન સત્ય નથી પણ ભ્રાંતિવાળું છે. વ્યવહારના વિવિધ ભેગે, અને વ્યવહારના પદાથો મળવાથી યથાર્થ સુખ મળતું નથી. કારણ કે તે નાશવાન હોય છે અને જેની તે પદાર્થોમાંથી આસક્તિ છુટી ગઈ હોય છે તેને યથાર્થ જ્ઞાનના અધિકારી ગણવામાં આવે છે.
ઇંદ્રિ દ્વારા થતું જ્ઞાન એ અસત્ય જ્ઞાન છે. જ્યારે ઇંદ્રિય વિના જે જ્ઞાન થાય છે તે સત્યજ્ઞાન છે. ઇદ્રિના જ્ઞાનમાં મશગુલ રહેનાર કોઈપણ મહાન કાર્ય કરી શકતા નથી. જેઓ વિષયમાં મશગુલ રહે છે તેમાં જ્ઞાનની ઝાંખી પ્ર