________________
૨૦૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
સુવાડી દઈ શામાટે ક્રોધના તાબેદાર થઈ જાઓ છો? આ તમારા સંબંધી વર્ગથી થયેલું નુકશાન તમો ક્રોધી થઈ ધમપછાડા કરશે તેથી કાંઈ સુધરવાનું છે ! એતે થયેલું નુકશાન સુધરતું હોય તો તે જુદી વાત છે. પણ તેમ તે બનવાનું નથી, ત્યારે શામાટે ધમપછાડા કરી આનંદરૂપ પરમાત્માનો ત્યાગ કરી ક્રોધરૂપ પિચાશને તમારામાં સ્થાન આપોછે ? આથી થયેલું નુકશાન સુધરતું નથી એટલું જ નહિ, પણ તમે તમારી સ્થિતિ કફેડી કરી નાખે છે. આ ક્રોધને સ્થાન આપવાથી તમારા મનમાં કેટલો ઉદ્વેગ થાય છે અને તેથી તમારા હદયમાં કેટલો ધક્કો પહોંચે છે, તેનો વિચાર કરે, તે વખતે તેજ વિચારમાં તમે ગાંડા જેવા થઈ જાઓ છો. નુકશાન કરનાર તમારૂં ખાસ સ્નેહી હોય તે પણ તમે તેને તે વખતે દુશ્મન દેખે છે. અને એક બે કલાકસુધી તમારો જીવ ઠેકાણે બેસતો નથી. શાંતિ ખોઈ બેસે છે, કામમાં મન ગાઠતું નથી અને માત્ર નુકશાન અને તે કરનાર મનુષ્ય બંનેના વિચાર તમારામાં વારંવાર આવી ઉઠેગને ઉત્પન્ન કરે છે. આથી એક નજીવી વસ્તુનું નુકશાન થવાથી જે હાનિ થઈ હોય છે તેના કરતાં તમે તમારા અંત:કરણની સ્થિતિ આનંદમાંથી પલટાવી કોધમાં લઈ જાઓ છો તેથી તમને વિશેષ હાનિ પહોંચે છે. આવા વખતે ક્રોધ કરે નહિ પણ નુકશાન કરનાર મનુષ્યના તરફ ક્ષમાની દ્રષ્ટિથી જોવું, તમારા અંતઃકરણની આનંદની સ્થિતિ સાચવી રાખવી અને તે મનુષ્યને તેનાથી થયેલા નુકશાનના પરિણામમાં તેને થયેલા ખેદને ભૂલી જવા કહેવું અને તેને બદલે તેને આશ્વાસન આપી કહેવું કે હોય! આથો કાંઈ ગભરાવા જેવું નથી, ફરી લાવશું. માટે ખેદ કરે નહિ. આવું કહી તેને ધીરજ આપવી. એકતે નુકશાન થવાથી તેનું અંત:કરણ ચિંતાવશ તે થયું હોય તેમાં તમે તેના ઉપર સવાર થઈ જાઓ એ કેટલું બધું નિદૈયપણું કહેવાય? આવું કરવાથી તમે ઘણું જ નુકશાન વેઠે છે અને તમારી આનંદની અમૃતમય સ્થિતિમાં કોધરૂપ વિષને રેડી આનંદને વિષમય કરી મુકે છે. જે ફરી પાછી આનંદની સ્થિતિ લાવતાં લાવતાં મહામૂ
શ્કેલી પડે છે. એટલું જ નહિ પણ વ્યસની માણસ જેમ એક વખત ચટાકા કરવા બીડી પીએ છે અને ફરી “એમાં શું! લાવ જરા પી લઈએ” એથી કાંઈ વળગી જવાની છે એમ માની ફરી પીએ છે. એમ કરતાં કરતાં ગારૂડી બની જાય છે તેવીજ રીતે તમે એક વખત કોધવશ થયા કે ફરી વારંવાર તે તમારા ઉપર સ્વામિત્વ ભગવશે અને આખરે તમારામાં આનંદરૂપ પરમાત્માને બદલે ક્રોધરૂપ પિશાચનું સ્થાન થશે. અને જ્યાં આનંદસ્વરૂપ પરમાત્માના રાજ્યમાં સુખ અને સામથ્થોને ભેગ કરતા હશે ત્યાં પિશાચરૂપ ક્રોધનું સામ્રાજ્ય - વાથી તે દુબ, કલેશ આદિ વિષ્ટાનાં કુંડેકું ડાં તમારામાં જમાવ કરી દેશે.