________________
પરિચ્છેદ.
બુદ્ધિ-અધિકાર.
૨૪૧
મારા છોકરાનું ખુન કરનાર આ રાંડજ છે. હાય ! હાય રે! એણે મારું સત્યાનાશ વાળી મુકયું. ગઈ કાલે રંટ થયો હતો તેનું વેર રાખી આજે મારા નિરપરાધી બાળકનો હત્યારીએ જીવ લીધે. પણ હું એને મારા છોકરાને મારી નાખ્યાનો બદલો અપાવ્યા વગર કદિ છેડનાર નથી.” એમ કપટકળા કેળવતી ફતવા કરતી પડેાસણને જઈને વળગી અને બોલી કે “રાંડ, કાળા કર્મની કરનારી! આ કામને પહોંચી? બસ. ચાલ તું સરકારમાં ત્યાં તારા દષ્ટ કૃત્યને બદલે અપાવું. છિનાળ! ઘણા વખતને તારે પાપને ઘડે ભરાયો છે તે આજે ફેડી નાંખું, જ્યારે મારા છોકરાના ખુન માટે તને શૂળો ઉપર ચઢેલી જોઉં ત્યારે જ મારી ઉછળતી છાતી અને ઉકળતું લોહી શાંત થશે.” એમ કહી બિચારીને ગમેતેમ બોલી સાડલાને છેડે પકડી કચેરીમાં ઘસડી ગઈ. “ તમાસાને તેવું હોતું નથી કેટલાક કે તે તમારો જેવા કચેરીમાં સાથે ગયા, ત્યારે ન્યાયાસન ઉપર ખુદ બિરબલ બિરાજમાન થયે હતું, તેની આગળ કહભાંડખોર સ્ત્રીએ ફરીયાદ કરી ત્યારે તેની પડોસણ બાઈને બિરબલે તેના ઉપર તહોમત મુકવાનું કારણ અને ખનની હકીક્ત પુછી, તે વિષે તે બાઈ બોલી કે “હું તે ખુનના સંબંધમાં કશું જાણતી જ નથી. કેવળ ખોટું આળ મારા માથે મુકી નાહક મને દેષિત ઠરાવવા તરકટ રચેલું છે. આપ આ કેશમાં દીર્ધદષ્ટિ નહિ વાપરશો તે હું નિરદેષ અબળા દેષવાન ગણાઈશ.” પછી તે બન્નેની અરસપરસ ઉલટ પાલટ તપાસ કેટલોક વખત સુધી ચલાવી. પરંતુ સત્ય શું છે? તે કળવામાં આવ્યું નહિ, તેમ સાથે આવેલા માણસની સાક્ષી લેતાં પણ ફરિયાદીની વાત ખરી છે એમ જણાયું; તેમ પ્રતિવાદણ આવું ઘર કર્મ કરે પણ નહિ, એમ સ્વાભાવિક રીતે તેની મુખમુદ્રાપરથી ભાસતું હતું. તે જોઈ બીરબલે તર્કશક્તિ ફેલાવી ફરીયાદણને કહાંકે તમો બહાર જઈને બેસે, થોડીવાર પછી તમને બોલાવું છું.” ફરીયાદણના ગયા બાદ પ્રતિવાદીયણને કહ્યું કે “જે તમે ફરીયાદણ બાઈના છોકરાનું ખુન કર્યું નથી એમ કહો છો એ વાત ખરી હોય તો કચેરીને ખાત્રી થવા કચેરીસમક્ષ તમારાં વસ્ત્ર હાડી નગ્ન થઈ ઉભાં રહે.” એટલે બસ છે. તે સાંભળી બાઈ બેલી કે “સાહેબ મારો જીવ જાય તે શિક્ષાને પાત્ર થવા ખુશી છું, પરંતુ જીવ જતાં પહેલાં કોઈ કાળે પણ આપે હુકમ ફરમાવ્યો તે અમલમાં આણીશ નહિ. ભલે આપ માલિક છે. દેષિત ઠરાવી શિરચ્છેદ કરાવશે તે મારું શિર હાજર છે.” આ પ્રમાણે બાઈતું બોલવું સાંભળીને તેને બહાર જવા કહ્યું અને ફરીયાદણને અંદર બોલાવી કહ્યું કે “જે તમારા કરીને તમારી પડોશણેજ માર્યો છે એ વાત ખરી છે તે કચેરીને ખાત્રી થવા કચેરી સમક્ષ
૩૧