________________
૨૪૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
તમામ વસ્ત્ર દૂર કરી નગ્ન થાઓ, એટલે બસ. બીજા કશા પુરાવાની જરૂર નથી.” આ સાંભળતાં પોતાની ધારેલી ધારણા બર આવવાની આશાએ ઝટપટ નગ્ન થવા હિલચાલ ચલાવી. તે આચરણ જેઈ બીરબલને ખાત્રી થઈ કે આ ફરીયાદણ નિર્લજજ, નીચ અને કેવળ તરકટોર છે એમાં જરા શક નથી. નહિ તે આવી બાબત સભાસમક્ષ કરવા તૈયાર થાય જ નહિ. એમ વિચારી ફરીયાદણને માર મારવાનો હુકમ કર્યો, સીપાઈઓએ ચોદમું રત્ન શરૂ કરાયું કે ખરી વાત કબુલ કરી, તે જોઈ બાદશાહ વગેરે સરવ કોઈ તાજુબ થયા. તરકટ ખોર બાઈને જીવતી બાળી મુકેવી એવો કઠેર હુકમ કર્યો, કારણ કે ફરીથી એવાં તરકટ કરવા કોઈપણ પગલું ન ભરે માટે તેને એજ નશીયત ઠીક હતી અને એનો ધડો લઈ અન્ય પણ બુરાં આચરણે આદરે નહિ. તેવી જ રીતે પિલી પડશણને સદાચરણવાળી જેણું મોટા સન્માન સાથે પ્રશંસા કરી ઘેર પહોંચતી કરી અને બાદશાહ તથા શેહેર નિવાસિઓ બીરબલની બારીક તપાસમાટે વખાણ કરવા લાગ્યા. કરશે તેજ ભરશે.
બિરબલની બુદ્ધિ. એક વિશ્વાસુ માણસે પિતાના વિશ્વાસુ વાણિયાને ત્યાં એક હજાર રૂપિયા અનામત મૂક્યા હતા, કારણ કે પોતાના છોકરાઓથી છાની રકમ વૃદ્ધાવસ્થામાં કામ લાગે તેવા ઈરાદાથી મૂકી હતી, તેને કેટલોક વખત થઈ ગયા બાદ જરૂર પડવાથી તેણે વાણીયા પાસે જઈ પોતાની મુશ્કેલી અનામત પાછી માગી, ત્યારે વાણિયે બિલકુલ ઈન્કાર ગયે. તેણે ઘણા કાલાવાલા કર્યા પણ “સાકરને હીરો ગો” તે મુજબ કરી ઉલટ તકરાર કરવા લાગે છેવટે બન્ને જણા કચેરીમાં લઢતા લઢતા ગયા. થાપણ મુકનારે ફરીયાદ નોંધાવી. પ્રતિવાદીને પુછતાં તેણે જણાવ્યું કે “ગરીબ પરવર ! આ ડેાસે ગળપડુ છે! પૂછે એના ત્રણે છોકરાઓને બોલાવીને, જે તેઓ ફરીયાદીની વાતને વજનદાર કહે તે પછી આપ જેમ ફરમાવશે તેમ હું હુકમને તાબે થઈશ. આ સાંભળી સરકારે સીપાઈ મારફતે ફરીયાદીના છોકરાઓને બેલાવી રૂપિઆવિષેની વાત પૂછી તે તેઓએ જણાવ્યું કે “સરકાર સાહેબ ! અમારા બાપની હમણુ ડાગળી છટકી ગઈ છે. દિવાનો થઈ ગયો છે. માટે તેની ફરીયાદી ઉપર કશું પણ વજન રાખવા જેવું નથી, પણ કેઈ આબરૂદારની આબરૂપર નાહક હુમલે કરે તેવી
* બિરબલ અને બાદશાહ.