________________
૨૧૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
દશમ
वसन्ततिलका. हे राजांस किमिति त्वमिहागतोऽसि, पोऽसौ बकः स इह हंस इति प्रतीतः ।
. ii.) तद्गम्यतामनुपदेन पुनः स्वभूमी,
यावद्वदन्ति न बकं स्खलु मूढलोकाः ॥२॥ હે રાજહંસ ! અહીં તું શા વાને આવ્યું છે? કારણ કે જે આ બગલો હતે તે અહિં હંસ એવી રીતે પ્રસિદ્ધિને પામ્યો છે એટલે રાજહંસ થઈ બેઠો છે. તેથી જ્યાં સુધીમાં મૂર્ખલેકે તને બગલો ન કહે ત્યાં સુધીમાં આવ્યું તેમ તરત પિતાના સ્થાન પર પલાયન કરી જા. ૨
કેવળ મૂર્ખતાની સમજણ.
શાવિદિત. छेदश्चन्दनचूतचम्पकवने रक्षापि शाखोटके, हिंसा इंसमयूरकोकिलकुले काकेषु नित्यादरः। ..
(. . ii.) मातओन खरक्रयः समतुला कर्पूरकासियोरेषा यत्र विचारणा गुणिगणे देशाय तस्मै नमः ॥३॥
ચંદન, અબ તથા ચંપકનાં વનોને કાપવાં અને બેરડી બાવળના ઝાડની રક્ષા કરવી, તેમજ હંસ, મે ૨, કોકિલનાં કુલોની હિંસા કરવી અને કાગઠા તરફ સ્નેહું રાખવો તથા હાથી આપને ગધેડે ખરીદ કપાસ અને કપૂરની સરખી કિંમત, ગુણી અને મૂખની સરખી ગણના, એવી પરીક્ષા જે દેશમાં હોય તે દેશને નમસ્કાર છે એટલે તે દેશમાં વસવું નહિ. ૩
બુદ્ધિહીનમાં પરીક્ષાની ખામી.
મનહર. સાધારણ કનકની કિંમત ન કરી જાણે, કુંદનની કિંમત તે કેમ કરી જાશે; હળદીની કિસ્મત હયાતિમાં ન કરી હોય, કેસરની કિસ્મત તે કેમ ઉર આણશે; કિડિયાં મેતીની કઈ કિમ્મત ન કરી જાણે, મોંઘાં મુલાં મોતીને શું વિવિધ વખાણશે; કહે દલપત કાંઈ કવિતા ન કંઠે કરી, કવિતાની કિસ્મત તે શી પરે પ્રમાણશે. ૪
* બુદ્ધિની ખામીને લીધે આ અધિકારમાં બતાવ્યા પ્રમાણે પરીક્ષાની રીતિ મળી શકતી નથી તે આવા દુર્ગુણમાંથી મુક્ત થવાને માટે અવશ્ય બુદ્ધિની જરૂર છે. વળી બુદ્ધિની ખામીને લીધે કુટુંબમાં કલેશ, જ્ઞાતિમાં ઝઘડા, ગામ કે શહેર અથવા દેશમાં ઉથલપાથલ થાય છે. તો બુદ્ધિ કેવાં કેવાં કાર્યો કરે છે તે દર્શાવવા બુદ્ધિઅધિકારને હવે પછી જવા ગ્યતા માની છે.
જ દલપત કાવ્યું ભાગ ૧ લે,