________________
પરિચછેદ.
બુદ્ધિ-અધિકાર.
૨૨૧
રેકી રાખે એટલે મારે આવવાને વિલંબ થયો. કહતે તેને દેખાડું. સિંહે કીધું કે મને તે બતાવ. એટલે તેને હણી નાખું. પેલો સસલે તે સિંહને વનમાં જ્યાં એક કુવો હતો ત્યાં લઈ ગયે. કૂવાના કાંઠાઉપર ઉભે રાખીને કીધું કે જે આ કૂવામાં તારે શત્રુ છે, એટલે સિંહે કૂવામાં જોયું તો પોતાનું પ્રતિબિંબ દેખાયું કે તરત તે કૂવામાં પડ્યો. આવી રીતે સિંહ સસલાની બુદ્ધિથી મરણ પામે. છ.
બુદ્ધિને પ્રભાવ.
દેહા, વગર બુદ્ધિએ જોરથી, થતું હોત જે કાજ; વાધ વરૂ ને વાંદરાં, કરત જગતમાં રાજ. ૮ જે.નિજ બળ જાણે નહિ, વરતે પર આધીન હાથી અજ્ઞાને રહે, માવત આગળ દીન. ૯
બુદ્ધિ વિના વિવેક વિચાર રહી શકે નહિ બુદ્ધિ વિના ધન ધામતણે ડાટ વળે છે; બુદ્ધિ વિના રૂપ બળ શલ્યની સમાન થાય, બુદ્ધિ વિના ઉદ્યમનું ફળ કોને મળે છે. બુદ્ધિ વિના દુઃખ કઈ દૂર ન કરી શકાય, બુદ્ધિ વિના મોટા હોય તેય પણ તો છે; બુદ્ધિ વિના બેલબેય લોકને બગાડવાને, કેશવ કહે છે હીન લોક સાથે હળે છે. - બુદ્ધિમાન પાસે ધનધામ કામ દૂર નથી, બુદ્ધિમાન બળવાન હેકને દબાવે છે; બુદ્ધિમાન બાલ હોય વૃદ્ધની સમાન તેય, બુદ્ધિમાન વિધા કલા કુશલતા લાવે છે, બુદ્ધિમાન સમય વિચારી સુખ શોધી શકે, બુદ્ધિમાન લોક નિજ દેશને બચાવે છે; કેશવ કહે છે દેહ મનને વાણીનાં દુઃખ, વિવેક વિચારવડે બુદ્ધિ વિસરાવે છે. ૧૧
બુદ્ધિની કસોટી. * અકબરશાહના રાજ્યમાં દિનપ્રતિદિન બીરબલનું માન અધિક અધિક વૃદ્ધિ થતું ચાલ્યું, તેમજ શાહ પણ બિરબલના ચાતુર્ય બળથી કેવળ ઇષ્ટમિત્રની મુજબ તેને નિરંતર ચાહતે હતે. તે જોઈ ઈર્ષ્યાખોરોનાં અંત:કરણ અને ત્યંત ધખી ઉઠયાં. ઘણી વખત તેઓના હાથ હેઠે પડ્યા હતા, અને શાહે પુષ્કળ વખત અપમાન કરેલ તદપિ “કુતરાની છડી ગમેતેટલી વખત ભયમાં રાખે તેપણ બહાર કહાડી કે વાંકીને વાંકીજ” “પડી ટેવ તે ટળે કેમ ટાળી” તે પ્રમાણે પિતાની હમેશાંની બુરી આદતને
* બીરબલ અને બાદશાહ.