________________
પરિચછેદ. બુદ્ધિ અધિકાર.
૨૨૯ જwwwxxwwww================== જોઈએ, પછી જેમ તે નામદારને હુકમ હશે તેમ કરીશું. એમ વિચાર કરી તે બન્નેને શાહની હજુર લઈ ગયા અને સઘળી હકીકત જાહેર કરી, જેથી શાહ પણ તાજુબ થયે અને કહ્યું કે “મનુષ્યમાત્રને પ્રાણથી વધારે વ્હાલી કઈ ચીજ નથી ! તેમ છતાં તમે બન્ને જણ બેફીકરા બની અંદર અંદર પ્રથમ જાન (જીવ) આપવામાં આકળા થઈ રહ્યા છો એનું શું કારણ છે? એવું શાહે પુછ્યું ત્યારે બિરબલ બોલ્યો કે “નેકનામ કદરદાન! એ વાત આપ અમને પુછશો નહિ અને કહીશું પણ નહિ. કારણ કે એથી અમને ઘણું જ નુકશાન થાય છે અને જે આશા પાર પાડવા અમારા ધણીએ આપની પાસે મોકલેલા છે તેમની આશા પૂરી થશે નહિ. અમારા પ્રાણ લેવા એ અમારા ખાવિંદે આપને પત્ર લખેલે છે તે જાણવું જ જોઈએ કે તેમાં કાંઈ ખાસ મતલબ હોવી જ જોઈએ! એમ આપના દિલમાં ખ્યાલ સહેજ આવોજ જોઈએ; કેમકે જે અમારા ફક્ત પ્રાણજ અમારા ધણને લેવા હતા તે તેમને કાંઈ ત્યાં મુશ્કેલ નહોતું, પરંતુ આપની તરફ શિરચ્છેદ કરવા મોકલ્યા માટે ખાસ જરૂરનું કારણ છે એ તે સિદ્ધજ થાય છે, માટે વાર ન કરતાં એકદમ મારું શિરછેદ કરો અને પછી તાનસેનનું.” આ પ્રમાણે બિરબલનું બેસવું સાંભળી શાહને ઘણીજ આતુરતા વધી કે અત્રે વધ કરવા મોકલ્યા તેનું સબળ કારણ હશેજ તેથી કહેવા લાગે કે “જ્યાં સુધી તમે તે ખરી વાત મારા અગાડી જાહેર નહિ કરો ત્યાં સુધી શિરચ્છેદ કરવામાં આવનારજ નથી” ત્યારે બિરબલ બોલ્યા કે “ જ્યારે આપ એ વાત બરાબર જાણી ત્યે ત્યારે તરત અમારા શિરચ્છેદ કરવા અને એ વાત અમારા બાદશાહને કાને બિલકૂલ જવા દેવી નહિ!” શાહ બોલ્યા કે “કબુલ છે. પછી બિરબલ હાથ જોડી શાહ પ્રત્યે અરજ કરવા લાગ્યો કે “અમારા ધણીને આપનું રાજ્ય પોતાના તાબામાં લેવા માટે ઘણું વખતથી આતુરતા ભરી આશા લાગી રહી છે, પરંતુ ખુદ આપ તે સમશેરબહાદુર છે ! એથી લઢાઈ કરી મનની મુરાદ બર આવે એમ ન જણાવવાથી ના (લા) ઇલાજ થયા હતા, પણ હાલ મકકેથી બાદશાહ સરકારને ત્યાં એક પીરજાદા પધારેલા છે તેમને હાથ જોડી નમ્રતાથી પૂછયું કે “ઈરાનના શાહનું રાજ્ય મારા તાબામાં શી રીતે આવે ?” તેના ઉત્તરમાં પીરજાદાએ કહ્યું કે “ઈરાનને શાહ માટે પુણ્યશાળી પ્રતાપર્વત છે; માટે એનું રાજ્ય તમારા તાબામાં આવશે નહિ, પણ જે તેમના હાથથી બે મનુષ્યો નાહક-બેગુન્હેગાર મરાય તે એની મેળેજ તે શાહ ગુજરી જશે. પરંતુ બે જણ વગરવાંકે મરાય તેમાં જેને પહેલે વધ થાય તે શાહની ગાદીનો માલીક થશે અને પછી વધ થશે તે બિરબલની પદવી પામશે ! એવું પીરજાદાનું બાલવું સાંભળી બાદશાહે અમને બે જણને વિશેષ