________________
પરિ છે.
વિચાર-અધિકાર.
૨૧૧
વિના અન્ય કોઈ ઉપાય પૂર્વે હતો નહિ, આજે છે નહિ, ભવિષ્યમાં હશે નહિ. સાધનમાત્રને ઉદ્દેશ પછી તે ભક્તિ હય, વેગ હોય, સાંખ્ય હોય કે ગમે તે હેય પણ વિચારની અત્યંત શુદ્ધિ સાધવી, વિચારને ચિતિશક્તિમય કરી દે એજ છે. શુદ્ધવિચારને સે. શુદ્ધવિચારનું જ સેવન કરે. ગુઢ વિપારનેર ગંતમાં સર્વલા ર. અશુદ્ધવિચાર તત્કાળ ત્યજીદે, હમણું ત્યજે, આ ક્ષણે ત્યજે. તમે દેવ થશો, દેવના પણ દેવ થશો. ત્રિભુવનમાં તમારું સ્વામિત્વ પ્રવર્તશે. ધન, ઐશ્વર્ય આરોગ્ય બળ, વિદ્યા, જે જોઈશે તે સર્વ તમારે ચરણે પડશે. તમને કંઈપણ દુર્લભ નહિ રહે. તમે સર્વાધિપતિ પૂર્ણ પુરૂષોત્તમ થશે. શુદ્ધ વિચાર સેવ કઠિણ જણાય છે? શુદ્ધ આચરણનું પાલન અશકય જણાય છે? શામાટે મિથ્યા ભડકે છે ? સરળને કઠિન બ્રાંતિથી શામાટે માને છે, તમારા અંતઃકરણમાં સર્વાધિપતિ ચિતિશક્તિ વિરાજે છે. સિંહની સમીપમાં રહીને સસલાથી બીહો છે? લજજા પામો. અસંખ્ય મહારથીઓને પૂર પડે એવો અર્જુનસમાન ચિતિશક્તિરૂપ અતિરથી તમારા હદયરથમાં છતાં બીકણ ઉત્તરકુમારની પેઠે પાઇપગે નાસો છે શું? સ્થિર થાઓ, શ્રદ્ધા ધરે, ભયને પરિત્યજે શુદ્ધવિચાર સેવવો એ બહુજ સરળ છે, શુદ્ધવિચાર સ્વાભાવિક છે. અશુદ્ધ વિચાર અસ્વાભાવિક છે. સ્વાભાવિકને સેવવું એમાં કઠિન શું? - જ્યારે અંતઃકરણમાં ભય પ્રકટે, અને સંતાપ આપે, ત્યારે ભય એ જાણે કોઈ મનુષ્ય હોય તેમ નેત્ર મીંચી મનમાં તેને કહેવું, ભય! મારા હૃદયમાંથી આ ક્ષણે ચાલ્યા જા. આખી દુનિયામાં ફરીઆવ, અને સર્વ સ્થળેથી મારે માટે પ્રેમને લઈ આવ. જા, હમણાજ જા.
વિકારેની સાથે આ પ્રમાણે વાતચીત કરવાનો અને આપણા અંતઃકરણમાંથી તેમને કાઢીને વિશ્વમાં ફરવા મેકલવાને ઉત્તમ સમય રાત્રિએ પથારીમાં સુતા પછી છે. તે સમયે સઘળું શાંત હોય છે, અને તેથી આપણું કાર્ય વિ કારે બહુ સત્વર કરે છે.
જે પ્રકારને ભય આપણને સ્પરતા હોય તે પ્રકારના ભયને કહેવું, ભાઈ ભય! જા, વિશ્વમાં ફરીને મારે માટે નિર્ભયતા અને હિંમતને સત્વર શોધી લાવ.
કોને કહેવું, કોધ! મારે રાત્રે તારું કશું કામ નથી, માટે હું નિદ્રાવશ થાઊં છું, તે સમયમાં વિશ્વમાં ફરીઆવ, અને શાંતિને જ્યાં ત્યાંથી શોધીને મારે માટે લઈ આવ.
દ્વેષને મનમાં જ કહેવું, ભાઈ દ્વેષ! તું પણ હમણાજ મારી પાસેથી જા.