________________
૨૦૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
દશમ
આત્માના સામર્થ્ય પ્રાપ્ત કરવા, અખંડ સુખને પ્રાપ્ત કરવું હોય અને દુઃખમાત્ર ઉપર જય મેળવવો હોય તો આત્માવલંબી થાઓ. આત્મામાં શ્રદ્ધા રાખે, અને આત્માને જ આશ્રય . વિષયેની આસક્તિ ત્યજી, વિષનાં ચિંતન ત્યજી આત્મામાંજ આસક્તિ ધરે અને આત્માનું જ ચિંતન કરે. તમારી યથાર્થ ભક્તિ થતાં આત્મા પોતાના યથાર્થ સ્વરૂપને પ્રકાશ તમારા મન ઉપર નાંખી, તેમનાં સામર્થ્યનું દાન તમને કરેશે.
સુખ મેળવવાને માટે આ એકલેજ સર્વોત્તમ રસ્તો છે. આ સિવાય સુખ મેળવવાનો બીજો એકપણ રસ્તો નથી અને તેથી જો તમારે સુખ જ જોઈતું હોય તે અત્યારે તમારા આત્માના પ્રદેશમાં પ્રવેશ કરે. આત્માના પ્રદેશમાં પ્રવેશ કરવો એ સુખના ભંડારમાં પ્રવેશ કરવા બરાબર છે.
એકાગ્રતા સિવાય એકપણ મનુષ્ય મહાન કાર્ય કર્યું નથી અને કરવાને પણ નથી. જે જે માણસેએ મહાન કાર્ય કર્યા છે તે તરફ દષ્ટિ સ્થાપે. તેઓએ પિતાને ઘણો સમય એકાંત અને એકાગ્રતામાંજ ગાળેલો જણાશે. - એકાગ્રતા સિદ્ધ થતાં ચેડા કે ઘણે અંશે આત્માનો સાક્ષાત્કાર થાય છે અને તેના પરિણામરૂપ તે મહાન કાર્ય કરી શકે છે. A બહાર ભટકતા મનને માણસ કશું કરી શકવાને સમર્થ નથી. આત્મા તે જ્ઞાન અને સામર્થ્યને અખૂટ કરે છે. જ્ઞાન અને સામર્થ્યને ઈચ્છનાર મનુષ્ય આત્માતરફ વળવું જોઈએ. જેમ તૃષા નિવૃત્ત કરવા ઈચ્છનારે જળ મેળવવા નદી કે સરેવરનો આશ્રય લેવાની જરૂર છે, તેમજ જ્ઞાન અને સામર્થ્યને ઈચ્છતા મનુષ્ય આત્માના આશ્રયની જરૂર છે. આત્મામાંથી પ્રકાશ પામતું યથાર્થજ્ઞાન તેજ જ્ઞાન છે. તે બહાર ફેંફાં મારવાથી કે પુસ્તકોમાં શોધ્યા કરવાથી મળતું નથી, પણ આત્મા સાથે સંબંધવાળા થવાથી જ મળે છે. પુસ્તકો વાંચો પણ તે ઉપયોગી અને સારભૂત પુસ્તકો વાંચે, એક વાંચ્યું, બીજું વાંચ્યું એમ ન કરો. સારભૂત થોડાં પુસ્તકે વાંચે અને મનન કરો અને એકાંતમાં આત્મા સાથે સંબંધવાળા થઈ સત્યના પ્રકાશનો અનુભવ કરો.
અન્નની દરેક માણસને જરૂર પડે છે. દિવસમાં એક કે બે વખત જમવાની જરૂર પડે છે. જમવાનો વખત થાય છે ત્યારે વૃત્તિ વલવલે છે. જરા વહેલું
થાય છે તો ધુંવાપુવા થઈ જાઓ છે, અને તે સિવાય ચાલતું નથી. આ બધું શાને માટે? માત્ર શરીરના પોષણ માટે જ છે. અન્નનું ગ્રહણ કરવાથી શરીર ટકી શકે છે, છતાં પણ ગમેતેવા અન્નનો સ્વિકાર કરતા નથી પણ જે રૂચિકર અને સ્વાદિષ્ટ હોય, જે શરીરને પોષણ આપી શરીરને પુષ્ટ કરનાર હોય તેવા અન્નને જ ગ્રહણ કરવામાં આવે છે.