________________
પરિચ્છેદ
વિચાર–અધિકાર.
'
૧૯૭
ગોમાં આપણા વિચારને આપણે વળગી રહેતા નથી અને આપણે કરેલા વિચારનું વિસ્મરણ કરી ક્રોધાદિ છવભાવના જે ગુણે તેને આમંત્રણ કરીએ છીએ. પરંતુ તે જ વખતે જે આપણામાં હું બ્રહ્મસ્વરૂપ છું, આવો વિચાર કાયમ રહેતા હોય તો પછી બ્રહ્મમાં કોધનો આવિર્ભાવ થાયજ શી રીતે, ગમેતો ગમે તે ટલું નુકશાન થાય તો પણ શું થઈ ગયું.
શું પરમાત્મા ક્રોધસ્વરૂપ છે? કદી જ નહિ. અને જે તેમને કોઇ નથી તે આપણામાં ક્રોધ આવેજ શી રીતે.
અને આવી જ રીતે વ્યવહારના આઠે પહોર સાવધાનતા સેવવાની જરૂર છે. અને આપણે એકવાર જે વિચાર કરીએ છીએ તે વિચારને વળગી રહી વારંવાર તેનું સ્મરણ કર્યા કરવું.
પરમાત્માના મુખ્ય ત્રણ ગુણ છે. સત, ચિત્ અને આનંદ. આ ત્રણ ગુણથી પરમાત્માનું નામ સચ્ચિદાનંદ પણ પડેલું છે. અને તેથી વ્યવહારના કોઈપણ સમયમાં એક પણ મિનીટ જેને આપણે આ ગુણથી વિમુખ થઈએ છીએ તો આપણે પરમાત્મા છીએ એવું મિશ્યા બેલીએ છીએ એમ જાણવું.
. પરમાત્મા આનંદસ્વરૂપ છેતે પછી આપણામાં આનંદ હંમેશાં વ્યાપી રહેલજ હોવો જોઈએ.
કોઈપણ પ્રસંગ કલેશનો પ્રાપ્ત થતાં વિચાર કરવા કે શું પરમાત્મામાં કલેશાદિ દુર્ગુણો છે? જે નથી તે પછી તે આપણામાં શી રીતે પ્રવેશ કરી શકે. સહેજ સહેજ બાબતમાં ફોધ કરવો, સહેજ સહેજ બાબતમાં કલેશ કરવા, જરાપણ કેઈએ આપણા તરફ અણગમો બતાવ્યો કે તેના ઉપર ક્રોધે ભરાવું, • આ શું બ્રહ્મનું લક્ષણ છે? નહિ જ. કારણ કે આ બધાથી આપણું આનંદને નાશ થાય છે. અને આનંદ કે જે પરમાત્માનો ધર્મ તેને આપણામાંથી જરા પણ નષ્ટ થતો આપણે કેમ જોઈ શકીએ ?
આવી જ રીતે ઘણા મનુષ્ય જાણે છે છતાં કરે છે. જરાક કેઈએ આ પણું અપમાન કર્યું તે પછી તે વખતે ભલેને મુખથી આપણે કહેતા હોઈએ કે અમો તત્ત્વજ્ઞાની છીએ. અમે બ્રહ્મસ્વરૂપ છીએ. તોપણ તે વખતે તેમના બ્રહ્મસ્વરૂપ અને તત્વજ્ઞાનને ભૂલી જવાય છે. અને માત્ર એક અપમાન, તેનીજ ખાતર માટે મહાજંગ મચાવી મુકે છે, અંદર અંદર કોધ કરે છે, કલેશ જગવે છે, અને બીજાના ઉપર ઠેષ લાવી તે ગમે તે પ્રતિભાવો હોય તે પણ તેને ઉતારી પાડવા કેહેડ કસી મચી પડે છે. તે વાત નથી જોતો ગુરૂ