________________
પરિચછેદ.
એકાગ્રતા-અધિકાર.
एकाग्रता-अधिकार.
Distill indivitHE
i = TIME
| vadi
પEETELEMIHiા
diveli મા=મા-
એમાં એકાગ્રતા નથી તેઓ ઉચ્ચભૂમિકાપર કદીપણ ચડી શકતા નથી એકાગ્રતા વગરનું મન તેઓને હમેશાં પાછા ખેંચતું રહે છે અને સાધેલી એકાગ્રતા મનુષ્યને તેની વિજ્યભૂમિકા-સિદ્ધિ
સ્થાન મનુષ્યજન્મના સાફલ્યના લક્ષ્યબિંદુ તરફ આગળ વધાર્યો કરેજ. માટે મનુષ્ય એકાગ્રતા સાધવી જોઈએ ધર્મપ્રવૃત્તિ અને જ્ઞાનપ્રાપ્તિ એ સઘળામાં એકાગ્રતાની જરૂર છે એ દેખાડવા માટે આ અધિકારનો આરંભ છે.
એકાગ્રતા એજ વિજ્યને વાવ છે. *વિજયથી મળનારા સુખને સર્વ ઝંખે છે, પણ જે પ્રયત્નથી વિજય મળે છે તે પ્રયત્ન કરવા કોઈજ કમર બાંધે છે, અને વિજય પ્રયત્નવડેજ મળ હેવાથી પ્રયત્ન ન કરનારા વિજયવિના દુર્ભાગી જ રહે છે.
વિજયને આપનાર પ્રયત્ન તીવ્ર ઈચ્છામાં પ્રકટે છે. કોઈ મનુષ્ય કહે કે મને વિદ્વાન થવાની બહુ ઈચ્છા છે, પણ જે તે અભ્યાસ કરતો નથી, તે તેની “બહુ ઈચ્છા” તે તીવ્ર ઈચ્છા જ નથી. પ્રયત્નવિનાની મળી ઇચ્છા તે ઈચ્છાજ નથી. જે અડતાં દઝાડતું નથી તે જેમ અગ્નિ નથી, તેમ જે વૃત્તિ અંત:કરણમાં પ્રકટતાં, પ્રયત્ન થતજ નથી તે ઈચ્છા જ નથી. જેમ દ્વારમાં બેસાડેલ માટીને સિપાઈ દેખવા માત્ર હોય છે, અને તે ઘરનું રક્ષણ કરી શકતો નથી, તેમ પ્રયત્નવિનાની ઇચ્છા દેખવા માત્ર હોય છે તે તીવ્ર ઈચ્છા જ નથી, અને, તેથી તે વિજય અપાવતી જ નથી.
તીવ્ર ઈચ્છા જે અંતઃકરણમાં પ્રકટે છે, તે મનુષ્યને પિતાની ઈચ્છાના વિષયવિના બીજું કશુંજ સૂજતું નથી. ઈચ્છાને વિષય નથી મળતું ત્યાંસુધી તે પૃથ્વી તળેઉપર કરી નાંખે છે. તે ખાતો નથી, પીતા નથી, અને ઉંઘ નથી.
સર્વોત્તમ વિજય પ્રાપ્ત કરનારા પૂર્વના તથા વર્તમાનકાળના કોઈપણ માનુષ્યના જીવનને તમે જોશે તે તેમાં તમને ઉપર કહેલી તીવ્ર ઈચ્છા અને તે. નાથી થતે અખંડ પ્રયત્ન એ બંને વ્યાપી રહેલાં લેવામાં આવશે. તીવ્ર ઈચ્છા આગળ અચળ પર્વત માર્ગ આપે છે, અને દુસ્તર મહાસાગર ખાબોચીયાજેવા થઈ જાય છે.
* મહાકાળ માસિક.