________________
પરિચ્છેદ. સ્વાશ્રયી-અધિકાર.
૧૭૯ ===============× =w wwારક્રક તમે પણ તમારા કોઈપણ કામમાં બીજાના આશ્રયે ઝઝુમ નહિ, પણ તમારા પિતાના બળવડેજ ઝઝુમે, તમારામાં શું નથી? જે જોઈએ તે સર્વ છે. જ્યારે બીજાનામાં તમારું કામ કરી આપવાની શક્તિ છે એમ તમે માને છે, ત્યારે તે શક્તિ તમારામાં કેમ નથી? ન હોય તે મેળવવા પ્રયત્ન કરો, અભ્યાસ કરે, અને પછી તે કામ કરવાનું તમારામાં સામે આવે ત્યારે જ તમે કામનો આરંભ કરો, અવશ્ય તમે તે કામમાં વિજય મેળવશેજ.
તમારામાં શક્તિ ન હોયતો જેટલી શક્તિ હોય તેટલું જ કામ કરે, વધુ કામ કરવાને માટે અને વધુ શક્તિ મેળવવામાટે પ્રયત્ન કરે, અને જ્યારે તમારામાં તે શક્તિ આવેલી તમને જણાય ત્યારે જ તે કામને આરંભ કરે. બીજાઓના ઉપર આધાર રાખવાથી તમે પરતંત્ર બની જશો, અને તમારી જે શક્તિ હશે તે પણ જતી રહેશે, અને આખરે તમે ઢીલાઢબ થઈને બીજાઓના મેં સામું જોઈ બેસી રહેશે.
બીજાઓના સામર્થ્ય ઉપર આધાર રાખી દરિદ્રીની માફક બેસી રહેવું એ શું યોગ્ય છે ? નહિ જ. તમે તમારા સામર્થ્યને મેળવો અને પછી તેના ઉપર વિશ્વાસ રાખી કામ કરવાનો આરંભ કરે.
આ સામર્થ્ય શી રીતે મેળવવું એ પ્રશ્ન થાય છે? સાંભળે. આ સામધ્યે મેળવવું એ ઘણુંજ કઠિન કામ છે એવું માનશે નહિ. આ સામર્થ મેળવવું એ ઘણુંજ હેલું કામ છે પણ તે તમારા પિતાના ઉપર આધાર રાખે છે. તે મેળવવા માટે પ્રયત્નની જરૂર છે, અને જે તે પ્રયત્ન તમે જરાપણ ચમક્યા સિવાય કરશે તે તમને તે સામર્થ્ય મળશે. અને પછી બીજાનો આશ્રય લેવાની તમને જરૂર પડશે નહિ.
આ પ્રયત્ન છે ? તે એજ કે તમારે તમારા આત્મા સાથે એકતાને અનુભવ કરે. અને આત્મામાંથી જે સામર્થ્યને પ્રભાવ હંમેશા તમારા તરફ વહ્યા કરે છે તેને આશ્રય લે. આત્માની સાથે એકતા કરવાને માટે તમારે આત્માનું જ સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરવાનું છે, તેમનામાંજ લીન થવાનું છે. તમે પોતે આત્મસ્વરૂપ છે એમ માની આત્માના જે ગુણધર્મો છે. તેજ ગુણધર્મો તમારામાં છે એવું અખંડ ભાન કાયમ રાખવું. અને આ ભાન કાયમ રહે તેને માટે તમારે અહોનિશ સાવધાનતા રાખવાની જરૂર છે. તમારે તમારા આત્માના જે ગુણધર્મો છે તે ગુણધર્મોથી ભ્રષ્ટ થવું જોઈએ નહિ, અને અહોકાળ તમે પિતે આત્મસ્વરૂપજ છે એમ માની તેનાજ ગુણધર્મોને ધારણ કરી ફરવાનું છે. આત્મા એ સામને મહાસાગર છે, અને તેથી તમે