________________
૧૮૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
પણ સામર્થન મહાસાગર છે, એવું ભાન હમેશા કાયમ રાખે; એટલું જ નહિ પણ વર્તનમાં પણ તે પ્રમાણે જ ઉતારે. આવું ભાન કાયમ રાખ્યા પછી નાનાં મોટાં કર્તવ્ય કરવાનાં માથે આવી પડે તે વખતે કાયર બની બીકણ બિલાડીની પેઠે નાસભાગ ન કરે, પણ તે કર્તવ્યોને સાધવાને માટે કમર કસી તૈયાર થાઓ. મનુષ્ય પ્રયત્નથી પિતાને જે ધારે છે તે કરી શકે છે. તમે મનુષ્ય છે. તમે પોતે જેવું ધારશે તેવું કરી શકશો. તમારામાં તે કરવાનું સામર્થ્ય છે. તે સામને મેળવો અને પછી કામનો આરંભ કરે. પછી તમારે બીજાના બળ ઉપર મુઝવાનું નહિ રહે. તમારામાં જે જોઈએ તે સર્વ છે, કારણ કે તમે પોતે જ આત્મસ્વરૂપ છે, આત્મા અને પરમાત્મા એક છે.
તમારામાં રહેલા અલૈકિક સામર્થ્યને પ્રકટ ન કરતાં બીજાના સામર્થ્યઉપર વિશ્વાસ રાખી તેને બળવડે ઝઝુમવું એ યંગ્ય નથી. પિતાનીજ પાસે ધનના ભંડાર ભરેલા હોવા છતાં બીજાની પાસે ભીખારીની માફક યાચના કરવા જનાર મનુષ્યને કણ ડાહ્યો કહી શકશે? પિતાની પાસે ભરેલા ધનના ભંડારે ન ઉઘાડતાં બીજાઓને ત્યાં પાઈ પૈસાના બાચકા ભરવા જવું એ શું એગ્ય છે? તેવી જ રીતે તમારામાં જ અખંડ સામર્થ્યના ભંડાર ભરેલા છે તે ન મેળવતાં આડાંઅવળાં ફાંફાં મારવાં એ શું ચગ્ય છે? તે સિદ્ધ કરવાનું તમારામાં સામર્થ્ય છે એમ માની તે સાધવામાટે ઉત્સાહથી મચી પડો. અવશ્ય તે કામ સિદ્ધ થશેજ. આ પ્રમાણે દરેક કાર્યમાં તમારે તમારા સામર્થ્યને ભૂલી જવું જોઈએ નહિ, પણ તે કામ સિદ્ધ કરવાનું તમારામાં સામર્થ્ય છે એવું માની તે કરવાને માટે વળગ્યા રહેવું.
તમારે તે આત્માના સત, ચિત્, અને આનંદ, આ જે આત્માના મુખ્ય ગુણે છે તેને તમારામાં સ્થાન આપવું. તેના વિરોધી ગુણોને તમારામાં લેશ પણ સંચય થવા દેવો નહિ. ક્રોધ કરે, એ આત્માને ગુણ નથી. ભય, કલેશ અને એવાજ બીજા જે ગુણો છે તે પુગલના ગુણ છે. તેમને તમારામાં સ્થાન ન આપવું. તમારે અહોનિશ તમારા આત્મસ્વરૂપમાં લીન રહેવું અને તેનાજ ગુણધર્મોનું ચિંતન કરવું. નાની નાની બાબતમાં પણ તમારે તમારા આત્મસ્વરૂપનું વિસ્મરણ કરવું નહિ.
આવું ભાન અહાનિશ કાયમ રહેતાં પુગલભાવના ગુણધર્મો આપેઆપ તમારાથી વેગળા નાસશે, અને તેથી તમારામાં આત્માના તમામ ગુણધર્મોનું સ્થાપન થશે. જેમાં સામર્થ્ય એ પણ આત્માનો ગુણ છે અને તેથી તે સામ તમારામાં પણ આવશે. એટલે પછી કેઈપણ કામ સિદ્ધ કરવાને માટે તમારામાં સામર્થ્ય આવેલું તમને જણાશે. આ સામર્થ્ય આવ્યા પછી તમારે