________________
પરિચછેદ. વિચાર-અધિકાર,
૧૮૯ ન નનનનન નનકકકકકક#==========
સરળ વિચારમાં જ સુખ છે. એક સસલો, સર્પ અને શિયાળ એ ત્રણે ભાઈબંધ હતા, તેથી તેઓ એક ખડની ગંજમાં એકઠા રહેતા હતા. એક વખત તે ગંજી દૈવયોગથી સળગી તે જોઈ ત્રણે જણ ગભરાયા, અને એક બીજાને પૂછવા લાગ્યા કે આ વખત સૌ સૌની અક્કલ દેડાવવાની છે, માટે ઉગરવાને શું ઉપાય સૂઝે છે?
સપ–મારી તે કાંઈ ફિકર કરવી નહિ. હું તે લાખ મતિવાળો છું. જેથી ગમે તે સડેડાટ આડો અવળો જમીન પર દેડી જાઉં, કે જમીનમાંહે પેલું અગર ઉંચે ચડી જાઉં, પણ આ વખત તો ઝાડપર ચડી જવું ઠીક લાગે છે, માટે હું તે આ પાસેના ઝાડપર જડી જઇશ.
સસલે-મારી અક્કલ કાંઈ ઓછી નથી. હું સો મતિવાળા છું. હું જમીનપર દેડી જાઉં એટલું જ નહિ, પણ જમીનની માંહે પણ પિસી જાઉં તેથી હું તે અહિઆ નીચે મારું દરે છે તેમાં પેસી જઈશ.
શિઆળ–તમે બધા ઘણું મતિવાળા છો પણ હું તે એક મતિવાળ છું. આપણે તો ફક્ત એકજ તરેહનું જ્ઞાન છે કે કાંઈ સંકટમાં હાઈએ તે ભાગી છુટવું, માટે હું ભાગીને દૂર જઈ રહીશ.
એમ કહીને ત્રણે જણાએ સૌ સૌને રસ્તો પકડે. ગંજી જોરથી સળગવા માંડી તેની જવાળા પાસેના ઝાડને લાગવાથી ઝાડનાં પાંદડાં તમામ બળી ગયા, અને સર્પ શેકાઈને તેનું બેખું લટકતું રહ્યું. સસલો એજ ગંજી નીચે દરમાં પઠો હતો ત્યાંજ ઉપરના તાપના લીધે સડસડી ગયો.
શિઆળ જે ત્યાંથી ઘણે દુર નાશી ગયે હતું તે માત્ર બચ્ચે. તેણે આ વીને પિતાના મિત્રોના હવાલ જેયા અને બોલ્યા કે “લાખમત લડબડી સેમત સડસડી, પણ એક મત બિચારી બાપડી, તે ઉભે માર્ગ મેલ્યાં તાપડી.”
વિચારશક્તિની કરી. સંકટના વખતમાં ખરેખરી હોંશિઆરીની પરીક્ષા થાય છે. હોંશિઆરીનું અભિમાન ધરાવનારાઓએ તે વખતે પિતાનું અભિમાન છેડી દઈ લાંબે વિચાર કરે જરૂરનો છે. પણ એમ નહિ કરતા એમાં શું છે, એમ તુચ્છ ગણી કામ કરવા જાય તે સંકટની બેડી તુટવાને બદલે ગળામાં સજજડ જડાઈ જાય છે.
* કૌનકમાળા,