________________
૧૮૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
દરામ
ત્યારે હમેશાં આપણે “જા જા” એમ કહીએ છીએ, પરંતુ જ્યારે આપણે આપણું પિતાનાજ ઉપર આધાર રાખીએ છીએ અને આત્માસિવાય બીજા કશાઉપર વિશ્વાસ રાખતા નથી ત્યારે સર્વ કંઈ આપણને આવી મળે છે. આપણી આસપાસ કાર્ય એકઠું થાય છે. જો તમે પિતાને ગરીબ, તુચ્છ, કીટ અથવા જંતુ જેવા માનશો તે તમે ખરેખર તેવાજ બનશે. પરંતુ જો તમે પિતાને માન આપી સ્વાવલંબી બનશે તે ઐશ્વર્ય તમને વિજયમાળ આરેપશે. જેવી તમારી ભાવનાઓ હશે તેવા તમે બનશેજ બનશે.
હિંદુસ્તાનમાં એકવાર એક નિશાળ તપાસવાને ઈન્સ્પેકટર સાહેબ આવ્યા. એક શિક્ષકે એક છોકરાતરફ આંગળી કરી કહ્યું: “આ છોકરો એટલે બધે હોંશિઆર છે કે એને મિલ્ટનનું “પરંડાઈઝ હૈસ્ટ મહેકે છે. તેમાંને ગમે તે ભાગ કહેશો તો પણ તે મોઢે બોલી જશે.” . તે છોકરાને ઈસ્પેકટર સાહેબસામે બોલાવવામાં આવ્યું, પણ તેનામાં વેદાંતનું તત્વ નહોતું. તે તરત શરમાઈ ગયે. અને તેને એ કાવ્ય માટે આ વડે છે? એમ પૂછતાં તે બોલ્યો કે “ના સાહેબ! મહારામાં કાંઈજ નથી, મને કંઈ આવડતું નથી!”
આ શબ્દોથી હું વિનયશીલ અને નમ્ર ગણાઈશ” એમ તેને લાગ્યું. તે ફરીથી બેલ્ય:-“ના સાહેબ ! મને કંઈ આવડતું નથી. હું તે શીખે
નથી”
ઈન્સપેકટરે ફરીથી પૂછયું તોપણ તેણે એજ જવાબ આપો ! બિચારો માસ્તર પણ શરમાઈ ગયા. ત્યાં જ એક બીજો છેકરો હતો તેને તે કાવ્ય આપ્યું મહેઢે નહોતું, પણ તે બોલ્ય:-“સાહેબ ! મને આવડે છે, હું ધારું છું કે તેમાં તમે કહેશે તે ભાગ હું બોલી બતાવીશ.”
ઈસ્પેકટરે તેને કેટલાક સવાલો પૂછ્યા, તેણે તુરત તેના જવાબ આપ્યા અને લોક પછી કલેક બેલી બતાવીને ઈનામ મેળવ્યું.
તમે તમારી પિતાની જે કિંમત ઠરાવશે તેના કરતાં અધિક કિંમત કેઈ કરશે નહિ.
કૃપા કરીને તમારી જાતને બીજાને માખણ લગાડનાર-ખુશામત કરનારડાજી હા કરનાર ક્ષુદ્ર પ્રાણું બનાવશે નહિ.
માનાપમાન, પ્રતિષ્ઠા અને અપ્રતિષ્ઠા, શત્રુઓની ટીકા અને મિત્રોની પ્રશંસા, એ સર્વ દ્રઢ અર્થ વગરનાંજ ભાસે. આજ ઉત્કર્ષનું, યશપ્રાપ્તિનું શા તત્વ છે.