________________
પરિચ્છેદ.
સ્વાશ્રયી-અધિકાર.
૧૮૩
નાયગારાના ધંધના જેસભર્યા પ્રવાહમાં બે મનુષ્ય તણાતા જતા હતા. તેમાંના એકને એક મોટું લાકડું હાથ લાગ્યું, અને પિતાના બચાવને માટે તે તેણે પકડયું. બીજાને, તેને બચાવવા માટે કિનારા ઉપરથી કેટલાંક માણસએ નાખેલી એક નાનીસરખી દેરડી મળી. સદભાગ્યે તે તેને પકડી લીધી. તે લાકડાના જેવી ભારે નહોતી. તે દેરી દેખવામાં પાતળી અને હલકી હતી, તો પણ તેને પ્રાણ તે બચેપરંતુ જેણે પેલું મોટું લાકડું પકડયું હતું તે તે લાકડાની સાથેજ પ્રવાહના જેરમાં ધોધ નીચેના પ્રચંડ મોજાંના ઉછળતા પાણી તરફ ઘસડાઈ ગયો અને ડૂબી ગયો.
તેવીજ રીતે હે સંસારી જનો ! બાહ્ય કીતિ, વિત્ત, સંપત્તિ, જમીન, જાગીર અને ઐશ્વર્ય ઉપર તમારે ભરે છે. અને પેલા લાકડાના ઠુંઠાની પેઠે એ બધાં મોટાં અને ભારે જણાય છે ખરાં પણ તે તારક નથી. તારક તત્વ તે પેલી પાતળી દેરી જેવું છે. તે ભારે નથી, ઈદ્રિયગોચર નથી, તે હાથમાં લઈને જોઈ શકાય એવું નથી, તેને તમને
સ્પર્શ થતો નથી. એ સૂક્ષ્મ તત્વ, એ સૂક્ષમ સત્ય, આયુરૂપ છે. પરંતુ તમને તારનાર એજ સૂક્ષ્મ તંતુ છે. જેના ઉપર અત્યારે તમે વિશ્વાસ રાખે છે તે સર્વ ઐહિક વસ્તુઓ તમારે નાશ કરશે અને તમને નિરાશા, ચિતા અને દુ:ખની ઉંડી ખાઈમાં ફેંકશે. તે માટે ચેતે ! ચેતે !! સત્યને મજબુત પકડી રાખે, અને બાહ્ય વસ્તુઓના કરતાં સત્યઉપરજ વધારે શ્રદ્ધા રાખો, જ્યારે જ્યારે મનુષ્ય બાહ્ય વસ્તુ અને સંપત્તિઉપર પૂર્ણ વિશ્વાસ રાખે છે, ત્યારે તે જરૂર નિષ્ફળ થાય છે. કુદરતને નિયમજ એવો છે.
જો તમે અપવિત્ર વિચારો મનમા લાવ્યા કરશે અને અધોગતિએ દેરનાર અનીતિને તમારા હૃદયમાં જગ્યા આપશે, તે તમારી એ સ્વાથી વાસનાઓ તૃપ્ત થતાં જ હૃદય વિદીર્ણ કરનારી વેદના, તીવ્ર પીડા અને ચિત્તક્ષેભ કરનારાં દુઃખ તમને પ્રાપ્ત થશે અને શેક તમારા આત્માને ગ્રાસ કરશે. વિષને આપણે ઉપભોગ લઈએ છીએ એમ મૂર્ખ લેક સમજે છે, પરંતુ અપવિત્ર વિચાર અથવા આચારથી તેમની શક્તિને વ્યય થઈ તે ક્ષય પામે છે. સ્વાથી વૃત્તિથી જ્યારે તમે તેને દુરૂપયોગ કરે છે ત્યારે કર્મને કાયદો તેનું વેર લે છે, અને તમને ગભરાવી નાંખે છે.
વાંચનાર સંપૂર્ણ સમજેલ હશે કે પરાશ્રયી પુરૂષ સંસારસાગરમાં અથડાયાજ કરે છે અને સ્વાશ્રયી પુરૂષ મેહટી મુશકેલીઓને પણ ત્રોડીને પોતાના માર્ગને સુગમ કરે છે. પણ સ્વાશ્રયી થવા માટે ઉચ્ચ-શુદ્ધ વિચારની જરૂર છે. દરેક કાર્યમાં ગ્યવિચાર કરવાની ટેવ પડવી એ જરૂરની છે અને તેથી