________________
૧૭૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દામ
ઓઢી “હવે હું શું કરીશ” આવું બેલવાની જરૂર નથી. તેમણે પિતાના ઉપર આવી પડેલાં વિનાને વધાવી લેવા જોઈએ. કારણ કે તે વિનિ એ ભવિષ્યમાં મળનાર મહાન લાભને અપાવનાર દ્વારરૂપ છે. જે તે દ્વારરૂપ વિનિમાંથી આપણે અંદર પસાર થયા તે પછી કુદરત આપણા ગળામાં વિજયની વરમાળ પહેરાવવા ઉભી જ છે.
જે તેમાંથી નાસીપાસ થયા અને ગભરાયા તે પછી ભવિષ્યમાં મળનાર લાભ મળતા નથી એટલું જ નહિ પણ પ્રાપ્ત સુખને પણ ત્યજવું પડે છે. તેથી દરેક માણસે આ વિનામાંથી પસાર થવાય તેવું સામર્થ્ય પ્રથમથી જ મેળવી કામનો આરંભ કરે કે પછી ભવિષ્યમાં પસ્તાવાને વખત ન આવે.
પરીક્ષા આપવી એ કાંઈ દુઃખદાયક નથી, જે તે દુઃખદાયક હોત તો આજે યુનીવર્સિટીમાં અને બીજી પરીક્ષાઓમાં હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે બેસે છે તે બેસત નહિ. તે દુ:ખદાયી નથી, પણ ભવિષ્યમાં મેળવી આપનાર સુખદાયી છે. તેવી જરીતે વિનિ આવવાં એ દુઃખદાયક નથી પણ ભવિષ્યમાં સુઅને મેળવી આપનાર પરીક્ષારૂપ છે. અને તેથી વિધરૂપ પરીક્ષાઓ પાસ કરવાનું દરેક માણસે સામર્થ્ય મેળવવું જ જોઈએ.
જેમણે જેમણે વિનોને સહન કર્યા છે તેમને જઈ પુછે, કે આ વખત તેઓ જે સુખ ભોગવે છે તે શાના પ્રતાપ? તો તે એજ જવાબ આપશે કે, અમને આવી મળેલાં વિનોનાજ પ્રતાપ. કારણકે જે તેમણે તે વિનોઉપર જય મેળવી પોતાની સ્થિતિ ટકાવી રાખી નહોત તો આજે તેમનાં પણ પાટીઆ બેસી ગયાં હોત, અને મોટા દડાવવા કે સેલ મારવાનો વખત રહેત નહિ. પણ તેમણે વિનરૂપી પરીક્ષાઓ પાસ કરી છે, અને તેથી જ હવે તે નિશ્ચિત થઈ પોતાને મળતા લાભેના સ્વાદ ચાખી સુખમાં દિવસ વિતાવે છે. માટે પ્રિય બંધુ! તમારે કોઈપણ કામમાં આવપડતાં વિદનોથી નિરાશ થઈ ઢીલા ઢબ થઈ જવાની જરૂર નથી, પણ તેની સામે ટકી રહેવાનું સામર્થ્ય મેળવી ભવિષ્યમાં મળનાર લાભને ગ્રહણ કરવાની જરૂર છે.
અને આ સામર્થ્ય અંતરાત્મા સાથે એકાગ્રતા કરતાં તમારામાં આપઆપ આવેલું જણાશે. તેને મેળવવા માટે એકાગ્રતા સાધવી એ તમારું કામ છે. પછી વાંચીને બેસી રહો યાતો તેની સિદ્ધિ કરવા પ્રયત્ન કરે તે તમારી મરજીની વાત છે. - સુન્ન બંધુ! હું ધારું છું કે હવે તમે બેસી રહો તેવા નથી. સુખ કેને