________________
૧૭૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
વિના બીજા કેઈપણ વિષયને હું વિચાર કરતે નથી; બીજે કઈ વિચાર મારા મગજમાં પ્રવેશતો નથી, અને મને વિક્ષેપ ઉપજાવતા નથી. તે રાજનીતિના વિચારોને પ્રવાહ મારા મગજમાં અખંડિતપણે, અને બીજા કશાપણ વિચારના ડખલવિના ચાલ્યા જ કરે છે. જે મારે મારી સ્ત્રીવિષેનો વિચાર કરવો હોય છે, તે જે ખાનામાં મારી સ્ત્રી પ્રત્યેને મારો પ્રેમ છે, તે ખાનાને હું ઉઘાડું છું, અને સ્ત્રીનાજ વિચારનો પ્રવાહ મારા મનમાં ચાલે છે; તેવિના બીજે કશે જ વિચાર મને ક્રૂરત નથી, અને વિક્ષેપ કરતો નથી. ડોકટર ! આ વાત તમારા માનવામાં આવે છે?
ડોકટરે અવિશ્વાસને સૂચવનારૂં, અત્યંત વિનયવાળું મંદહાસ્ય કર્યું.
નેપોલીયને કહ્યું, હવે ડેાકટર ! અબઘડી હું તમને આ વાતની સાબીતી આપું છું, હું તમને બીજી એક વાત કહું –જ્યારે મારા મગજનાં બધાં ખાનાં હું અડકાવી દેઉં છું ત્યારે હું એકદમ, તે ક્ષણેજ ઉંઘી જાઉં છું.
ડોકટરે કહ્યું, આપ નામદાર આ ક્ષણે મને તે બતાવે. નેપોલીયને કહ્યું, હા, ડોકટર-ડોકટર, હું બધાં ખાનાં અડકાવી દેઉં છું.
અને આ શબ્દો બેલતાની સાથે તે ધબ લઈને તેના તકીયાઉપર પડે, ડોકટર તેની પાસે ગયો, અને પિતાની પાસેનાં સઘળાં ઓજારોવડે તેને પ્રત્યેક રીતે તપાસ્ય, લાંબા વખતસુધી તેને તપાસ્યાસ કર્યો. નેપોલીયન ભરનિદ્રામાં ઘસઘસાટ ઉંઘતે હતે.”
એકાગ્રતાથી વિઘો પણ વિજ્યરૂપ થાય છે. *દરેક કામમાં જ્યારે જ્યારે વિને આવે છે ત્યારે ત્યારે એ વિદને દુઃખ આપવા માટે નહિ પણ ભવિષ્યમાં મળનાર મહાન લાભ આપવામાટે આવે છે એમ સમજવું. તે વિદનેમાંથી શીરીતે પસાર થવું તેને માટે આગળથી
જના કરી મુવી કે ભવિષ્યમાં તેના ભાગરૂપ થવાય નહિ. જેમ પરીક્ષા પાસ કરતાં પહેલાં તે પરીક્ષામાં આવનાર વિષમાં શી રીતે પાસ થવાય તેને માટે અભ્યાસ કરી રાખવામાં આવે છે અને પછી જ તેમાં બેસવામાં આવે છે કે જેથી તે પરીક્ષામાં પાસ થવાય. તેમ કઈ પણ કામ કરતાં પહેલાં તે કામ નિર્વિને શી રીતે પસાર થાય અથવા તેમાં વચ્ચે વચ્ચે આવી પડનાર વિન ઉપર જય શી રીતે મેળવે કે ભવિષ્યમાં નાસીપાસ થવાય નહિ તેને માટે પ્રથમથીજ તજવીજ કરી રાખવી જોઈએ.
કોઈપણ કામ કરવામાં સામર્થની જરૂર છે અને તે સામર્થ્ય અંતઃકર* ભાગ્યોદય માસિક સને ૧૯૧૩ અંક ૮ મો.