________________
પરિ છે.
વાંચન વ્યસનાઅધિકાર. o r ====== ======= ===== ===== == = વાંચવા જેટલી જ તસ્દી લે તો ઠેર ઠેર ફ્રી લાયબ્રેરીઓમાં ભંડાર ને ભંડાર ભર્યા છે.
વાંચે વાંચે, સાથે એ પણ ન ભુલી જતા કે રસ્તામાંથી જડેલું કે કે ઇની તરફથી ભેટ મળેલું પણ ઉપયોગી પુસ્તક જેટલું ધ્યાન દઈને વંચાય છે તેના કરતાં પોતાની જાતકમાણીમાંથી કિંમત ખરચી લીધેલું પુસ્તક હજારગણે દરજજે વધારે ધ્યાન દઈને વંચાય છે. ને તેને લીધેજ કહેવું પડે છે કે તમારી કમાણીમાંથી તમારે શરીરને નીરોગી ને બળવાન રાખવા માટે ખાવાને જેમ ખોરાક લાવ્યા સિવાય ચાલતું જ નથી તેમ તમારે તમારા નિર્મળ અંત:કરણને, વારે વારે જેની સલાહ લેવાની છે કે જેને હેં હારા એક લેખમાં
કુદરતી વજીર” યાને “આંતર મનની અદ્ભુત ચમત્કૃતિ’ને નામે ઓળખાવ્યું છે તેને મેળવવા માટે તેના ખારાકરૂપે ઉત્તમ વાચનનાં પુસ્તકે ખરીદવાં એના વિના પણ તમારે ચાલે તેમ નથી.
કારણ કે માત્ર નીરોગી પણ અક્કલહાણ રહેવા કરતાં કદાચ રેગી પણ બુદ્ધિવંત માણસ વધારે લેખાય છે.
આ ઉપરથી એમ નથી સમજવાનું કે તમારા ખોરાકનો ઘટાડો કરી તેની કિંમતનાં પુસ્તક ખરીદે.
સુપ્રસિદ્ધ નર બેન્જામિન ફ્રાંકિલન પિતાનું ખર્ચ કરતાં જે પૈસા વધતા તેને ઘણે ઉપગ પોતાના મનને કેળવણી આપનાર ઉત્તમ પુસ્તક ખરીદવામાં કરતે ને તેને પ્રતાપે જ તે હાલ જે પ્રસિદ્ધિને પામ્યો છે તેવી સ્થિતિએ જવા પામ્યો હતે.
હાલના સુધરેલા યુરોપ અમેરિકાદિ દેશને એક પણ કેળવણી પામેલ માણસ એ નહિ હોય કે તેના ગજા પ્રમાણે ઘણું ઉપયોગી પુસ્તકની લાયબ્રેરી તેના ઘરમાં ન હોય ! અને ઓછામાં ઓછાં એક બે માસિમ્પ તેને ઘેર આવવાના તો ખરા જ!
આપણા દેશીભાઈઓને જ્યાં સુધી આવા વ્યસનને ચેપ ઓછો લાગે છે ત્યાં સુધી દેશદય અને ભાગ્યોદય થવામાં ખામીજ આવવાની.
સુપ્રસિદ્ધ લેખક સીસરો કહે છે જે પુસ્તકમાંથી આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મહારા વિચાર પ્રમાણે વાંચનનો શોખ રાખે એ ઉતમ વાત છે. બીજી બાબતે દરેક કાળ કે દરેક સ્થળમાં માફક આવતી નથી, પરંતુ આ વાંચન અધ્યયન તે જુવાનીનું જીવન છે, વૃદ્ધાવસ્થાને સુખહેતું