________________
૧૬૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
વ્યગ્રમનવાળાં મનુષ્યો સામાન્ય વ્યવહારના કાર્યમાં પણ સિદ્ધિ મેળવી શકતાં નથી. સિદ્ધિ મેળવી શકતાં નથી એટલું જ નહિ પણ હાથમાં લીધેલાં કાર્યની સ્થિતિ વીંખી નાખી તેને નષ્ટ કરી દે છે. વ્યગ્રમનવાળે રેગી સાધ્યરેગના સપાટામાં છતાં અસાધ્ય આપત્તિના પંજામાં સપડાય છે અને અસાધ્ય રોગના પંજામાં પડેલે માણસ પણ જે સ્થિર મનવાળો હોય તો તે પરમાત્માની કૃપાથી સુખી જીવનનો લાભ લઈ શકે છે તેવી જ રીતે સંસારસાગરમાં પડેલા મનુષ્યો મનની વ્યગ્રતાને લીધે તરી શકવાની બીજી સગવડે છતાં તરત ડૂબી જાય છે અને જે તેઓમાં મન:સમાધાન હોય ભયંકર મેં જાંઓની સામે થઈને પણ તેમાંથી તરી જાય છે. વળી જેનામાં મન:સમાધાન હોય છે તેઓજ પિતાની સંકલ્પશક્તિને કેળવી શકે છે. સંકલ્પશક્તિ શું? તથા તેને શો પ્રભાવ છે તે દેખાડવામાટે સક૯૫શક્તિ અધિકારને સ્થાન આપવાને આ મન:સમાધાન અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.
संकल्पशक्ति अधिकार.
મનુષ્યમાં સંકલ્પશક્તિ હોય છે તે મનુષ્ય આ સંસારમાં પિતાના પ્રત્યેક ધારેલા કાર્યમાં નિ:સંશય સિદ્ધિ મેળવે છે જેઓને મન
સમાધાનની સિદ્ધિ થયેલી હોય છે તેઓ જ સંકલ્પશક્તિ મેળવી , શકે છે. સંકલ્પશક્તિ મેળવવી, તેને કેળવવી અને જાળવવી એની કેટલી જરૂરીયાત છે, એનો કે માટે પ્રભાવ છે અને એનાથી કે અતિશય ઉંચામાં ઉંચે લાભ થાય છે તે સંક્ષેપથી જણાવવા માટે આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે.
સંકલ્પશક્તિ મેળવવાની અને કેળવવાની આવશ્યકતા.
આગળના કષિ મુનિઓ, મહાત્માઓ, અને બ્રહ્મીભૂત સ્થિતિને પ્રાપ્ત કરનાર મનુષ્ય સંકલ્પથી ઘણું સામર્થ્ય દર્શાવતા હતા. કેઈ દેવ પિતાના ભક્તને વરદાન આપતા હતા. તે વરદાન આપવાને માટે માત્ર તમને અમુક ફળ પ્રાપ્ત થાઓ એવા ભાવને સંકલ્પ કરતા હતા. સંક૯પશક્તિ એ એક આશ્ચર્ય
* ભાગેય. સને ૧૯૧૩ અંક ત્રિજે.