________________
પરિચ્છેદ.
સંકલ્પશક્તિ-અધિકાર.
૧૬૩
કારક શક્તિ છે. આ શક્તિ પ્રાપ્ત થવાથી બીજું ર્તવ્ય રહેતું નથી. આ શક્તિ મનુષ્યમાત્રમાં રહેલી હોય છે. પરંતુ તે ગાઢ સુષુપ્તિમાં હોવાથી તેને જાગ્રત કરવાની જરૂર હોય છે. જેમ કેઈ મનુષ્ય પોતાની પાસે દિવ્ય આયુધ પિતાનાજ ઘરમાં હોય અને તેમ છતાં જાણતું ન હોય તે તે નકામાં છે, તેવી જ રીતે આ દિવ્ય શક્તિ માણસમાત્રમાં રહેલી છે, તેને કોઈ જાણતું નથી, અને જાણવા છતાં પણ તેનો કેવી રીતે ઉપયોગ કરે તેનું જ્ઞાન ન હોવાથી નકામાજેવીજ પડેલી હોય છે. સંકલ્પશક્તિ એ એક દિવ્ય શક્તિ છે. અને તેનું સામર્થ્ય અગાધ છે. તેનાથી આપણે જે કાર્ય ધારીએ છીએ તે કરી શકીએ છીએ. અસંખ્ય દ્રવ્યને આકર્ષિ શકીએ છીએ અને આપણે જેવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તેવી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ શક્તિને માણસ માત્રે કેળવવી જોઈએ અને તે દ્વારા ધારેલું કાર્ય સિદ્ધ કરવું જોઈએ. પિતાના મૃતપતિને સજીવન કર્યા છે. આ શક્તિ વડે જ દુષ્ટ મનુષ્યોને સતીઓએ ભયંકર કષ્ટ આપ્યાં છે અને આ શક્તિવડેજ મહાત્માઓએ પોતાના ભક્તોને તાર્યા છે. આ શક્તિ તે કેની છે તે તમે જાણો છે? તે આપણું અંતઃકરણમાં વિલસી રહેલ દૈવિ સામર્થ્ય શક્તિસંપન્ન પરમાત્માની જ છે. તેનો ઉપયોગ કરવાની રીત આ પ્રમાણે શીખીએ છીએ તો પછી કઈ પણ કાર્યની સિદ્ધિ થવી એ મુશ્કેલ નથી. આપણા મૂળ સ્વરૂપ પ્રતિ લક્ષ આપો. આપણે કોણ છીએ તે તમે જાણો છે ? આપણે પરમતત્વભિન્ન પરબ્રહ્મ છીએ. આપણે બ્રહ્મસ્વરૂપ છીએ. અને જેથી આ શક્તિનો ઉપયોગ કરવો તે આપણું કર્તવ્ય છે. તે શક્તિ તે આ પણી જ છે. આપણ વસ્તુનો ઉપયોગ કરવો તે આપણું કર્તવ્ય છે. આપણે પરમાત્મા સ્વરૂપ છીએ એવું આપણાં શાસ્ત્રો હિંડિમ વગાડીને કહે છે, અને તે ઘણા કાળથી પડેલા ઉલટા સંસ્કારોથી આપણે આપણા મૂળ સ્વરૂપને ભૂલી ગયા છીએ અને તે સાથે આપણા સામર્થ્યની પણ વિસ્મૃતિ થઈ ગઈ છે,
ગદંબ્રહ્માસ્મિ. આ વેદવાક્યના આધારે હું બ્રહ્મસ્વરૂપ છું, તેમ પરમાત્મા તે તું પિતેજ છું, એવું આપણાં શાસ્ત્રો કહે છે. અને આપણું ખરું સ્વરૂપ દર્શાવે છે તે પછી આપણા ખરા સ્વરૂપને અને તેના સામર્થ્યને અનુભવ કરવા કેમ પ્રયત્ન ન કરે? હવે આપણે પોતે જ પરમાત્મા છીએ અને આપણું પોતાનામાંજ પરમાત્મા વિલસી રહ્યા છે એવું જાણ્યા પછી તે પ્રમાણે કેમ ન માનવું જોઈએ? આપણુ ખરા સ્વરૂપનો અનુભવ કરવા માટે આપણે તે ખરા સ્વરૂપના ગુણ ધર્મો શા છે તે પણ સાથે સાથે જાણવું જોઈએ અને તે જાણ્યા પછી તે તે ગુણધર્મોને આપણામાં પ્રત્યક્ષ કરવા પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્માના ગુણનું