________________
૧૫ર.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. થત જનજાકઝકઝઝઝઝઝઝઝઝઝન કકક કકકર કરવાની પ્રથમ જરૂર છે. એટલે આપણે સર્વ ઉપાધિથી મુક્ત થયા પછી જ તેમની સલાહ લઈ શકીએ છીએ.
ઉપાધિથી મુક્ત થવું એટલે ઘરબાર કે બૈરી કરીને ત્યાગ કરવાને નથી પણ આપણા વિચારનાં કેકડાંને વાળી લઈ, બધા આમતેમ અને અગ બગડ વિચારેને એક ખણે મુકી આપણે એક્લાએજ શાંત થઈ અંતરાત્માના સંબંધમાં આવવાને માટે એકાગ્ર થવું. એકાગ્ર થઈ પછી આપણે જે બાબતની સલાહ પૂછવી હોય તે તમામ બાબત મનમાં અને મનમાં જણાવવી. આમ જણાવવાથી જે તે કામ કરવાનું તમારું મન ઉત્સાહિત થતું હોય તે જાણજો કે તે કામ કરવાની તમારા અંતરાત્માતરફથી સલાહ મળી છે અને જે તેમ કરવાનું મન ન થતું હોય તે જાણજો કે તે કામ કરવાની તમને તમારા અંતરાત્માતરફથી સલાહ મળતી નથી.
પ્રત્યેક કાર્ય કરતા પહેલાં તે કાર્ય કરવાગ્ય છે કે કેમ તેનો નિર્ણય દરેક મનુષ્ય કરવો જોઈએ. ખોટું કામ કરતા પહેલાં મનુષ્યને પાછા હઠાવનાર બીજું કઈ નથી પણ અંતરાત્માજ છે. તે કામ કરતાં મનદ્વારા તે રેકે છે. મનદ્વારા તે આંચકા ખવરાવે છે છતાં ન માને અને દુઃખી થાય છે તેમાં તેનેજ વાંક છે.
આથી દરેક મનુષ્ય પોતાના અંતરાત્માતરફથી જેવી સલાહ મળે તે પ્રમાણેજ વર્તવું જોઈએ. શું કરવાગ્ય છે ને શું કરવાયેગ્ય નથી તેને નિર્ણય અંતરાત્મા પાસેથી કરી લેવું અને પછી જે કરવાચ્ય હોય તેનો આરંભ કરવો.
- જે કામ કરવાથી આપણને સુખની પ્રાપ્તિ થાય તે કામ કરવાચોગ્ય છે અને તે કામ કર્યું છે તેનો નિર્ણય અંતરાત્મા સિવાય બીજો ભાગ્યેજ કરી શકે છે. તેવીજ રીતે જે કામ કરવાથી તેનું પરિણામ દુઃખમય આવે છે તે તે કામ કર્યું છે તેને નિર્ણય પણ અંતરાત્માજ કરી શકે છે, અને જેથી તે જે નિર્ણય કરે તે પ્રમાણે વર્તવું એ મનુષ્યમાત્રનું કર્તવ્ય છે.
જે મન ખરી કેળવણી પામ્યું હોય–તેમ ખરી રીતે કેળવવામાં આવ્યું હોય તેના પર ઉત્તમ સંસ્કારે લાગેલા હોય તે તે સ્થિરતાને પામે છે, ચંચળપણાને છોડી દે છે, વ્યગ્રતા ઉપજાવનારા પ્રસંગોમાં પણ વ્યગ્રતાને વશ થતું નથી અને શાંતિનો અનુભવ કરે છે. આવી જાતની મનની સ્થિતિ મન:સમાધાન કહેવાય છે. જેઓએ આવું મન:સમાધાન પ્રાપ્ત કર્યું છે તેઓ મનુષ્યત્વ પામીને જે ઉંચામાં ઉંચા લાભ તેણે મેળવવા જોઈએ, જે ખરા કર્તવ્યને તેઓએ આ