________________
૧૫૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
દિવસ વ્યતીત કરી ગુંચવાયા કરે છે. આ સર્વને પોતાના અંતરાત્માની સલાહ મળે છે. જાણે કે અજાણે પણ અંતરાત્મા તેને સલાહ તે આપે છેજ પણ તેઉપર ઘણા મનુષ્ય ધ્યાન આપતા નથી.
- જ્યારે તેઓ કોઈ પણ કૃત્ય કરે છે ત્યારે તે કૃત્ય ખોટું છે કે ખરું તેનો તેમના મનસાથે પડઘે થાય છે, જેમ, ચોરી કરવા જાય છે ત્યારે તેનું મન તે કામ ખોટું છે એવું જણાવે છે અને તેના જણાવ્યા છતાં પણ ચેરી લોકે “એમાં શું પૈસા મળશે, ખોટું કે ખરું; એમ કહી ચોરી કરવા તત્પર થાય છે. અને તેવી જ રીતે દરેક મનુષ્યને કોઈ પણ કામ ગમે તો ખોટું હોય કે ખરૂં તોપણ તે કરતા પહેલાં તેને તેનું મન તે કામ કરવું કે નહિ તેનો અભિપ્રાય આપે છે. આ અભિપ્રાય, આ સલાહ, તે બીજું કઈ નહિ પણ તેના અંતરાત્મા તરફથીજ આપવામાં આવે છે. અને તે સત્ય જ હોય છે. જે કોઈ આ સલાહ સમજી જાય છે તે સુખી થાય છે, અને જે કઈ આંખઆડા કાન કરે છે તે આખરે દુઃખી થાય છે.
મનુષ્ય માત્ર આ સલાહતરફ ધ્યાન આપવું જોઈએ અને ગમે તે કામ કરતા પહેલાં જે તેને તેના અંતરાત્માતરફથી તે ન કરવા માટે સલાહ આપવામાં આવે છે તે કામ કદી પણ કરવું નહિ.
સત્ય કામ કરતી વખતે તે કામ કરવાને ઉત્સાહ આપનાર પણ અંતરાત્મા જ છે. અને અસત્ય કામ કરનારને પાછાં પગલાં ભરાવનાર, અને તે કામ અસત્ય છે એવું જણાવનાર પણ અંતરાત્માજ છે.
શું કરવું અને શું ન કરવું તેનો નિશ્ચય પોતાના અંતરાત્માને જ પુછીને કરવો. કઈ પણ કામ કરતા પહેલાં તે કામ કરવાથી શું લાભ કે હાનિ થશે તેને વિચાર પિતાના અંતરાત્માને પૂછયાપછીજ કરવો. ઘણું માણસ કહે છે કે “હું અમુક કામ કરવા જતો હતો પણ મારું મનજ તે કામ કરવાનું ના કહેતું હતું” “તે કામ કરવાનું મારું મન જ નથી!” આ મન આમ કહે છે અને આ મન તેમ કહે છે, એ બીજું કોઈ નહિ પણ તે મન અંતરાત્માને સંદેશેજ માત્ર પહોંચાડે છે. અંતરાત્માના સ્વરને બહાર લાવી સંભળાવ એ મનનું કામ છે. અને તે જ્યારે મનની શાંત સ્થિતિ હોય છે ત્યારે જ જણાય છે.
ઘણા માણસો કઈ વસ્તુ ભુલી જાય છે, કોઈ વસ્તુ આડી અવળી મુકી હોય છે અને જ્યારે જડતી નથી ત્યારે થોડીવારે તે સંભારી કાઢવાને માટે