________________
પરિચછેદ.
મનોબળ–અધિકાર.
૧૩૩
લિત પાલન સહિત, વિહિત વિધિ અને નિશ્ચયપૂર્વક, આશ્રમધર્મને અનુસરનારની સમીપમાં પણ કામદેવ કદીએ આવી શકતો નથી. વ્રતધારી વીરબાલકોનાં હૃદયમાં તે કદી પણ ફાવી કે તેમને સતાવી શકતો નથી. એ એવું નિધાન છે કે, અલ્પઆહાર, અલ્પનિદ્રા અને સત્સંગતિમાં રહી સારા આચારવિચાર અને સદવિદ્યાઓનું સેવન કરવાથી, વાસના કે વિકારવર્ધક આહાર-વિહાર તેમજ તદૂષિત સંસારવ્યવહારનો પણ સંસર્ગ ત્યાગ કરવાથી, કામ તેને કનડી શકતો નથી. શરીરમાં રસો હોવા છતાં તેની શક્તિ કંઈ કામ કરી શકતી નથી. તેની તીવ્રતા, તેનું ઝેર, તેની અસર મરી જાય છે. તેને જુસ્સો મંદ પડી જાય છે. જે તે હુડી જાય તે પછી ઉતરતો નથી. આ સત્ય વિદ્યાથી–બ્રહ્મચારીઓના લક્ષમાં જ હોય છે, તેથી તેઓ શત્રુને અડવા કે વધવા દેતાજ નથી. નસ કે નાડીઓમાં પ્રવેશ કરવાને અવકાશ પણ આપતા નથી. અને હેના પ્રબળ અંકુશમાં તેનું જોર નરમ પડી જાય છે. તેઓ સ્ત્રીશૂન્ય એકાંતમાં ગુરૂ અથવા બીજા વિદ્યાથીઓનાજ સહવાસમાં રહે છે. પોતાના સ્થાનનો ત્યાગ તેઓ પ્રાયઃ કરતા નથી, ગ્રામ કે જનસંસર્ગમાં જતા નથી, સ્ત્રીઓનો સહવાસ તો શું પણ તેમનાં દર્શનને પણ તેઓ દોષરૂપ–પાપરૂપ સમજે છે. નાચ-તમાશાનાટક-ચેટક-ભાંડ ભવાઈ-વિવાહ-વરાળા એવા વિષયવર્ધક સંસારી કીચડથી તેઓ કદી ખરડાતા જ નથી. પિતાને માટે–પિતાના ભવિષ્યને માટે નરકની બારી જેવી ગણેલી સ્ત્રી જાતિતરફ તો તેઓ ઝાંખીને જોતા પણ નથી. અભ્યાસ-તપઇદ્રિયનું દમન અને વ્રત પાલન તેમને ચોમેર બચાવે છે.
એ એક કુદરતી નિયમ છે કે, વિષયો અને તેમને વાસના ભગવડેજ વૃદ્ધિને પામે છે. લોહી ચાખનાર વાઘ શિકારી થાય છે; લેહી ન ચાખ્યું હોય ત્યાંસૂધી તેમની રક્તપિપાસા જાગૃત થતી નથી. એવાં પ્રમાણ પદાર્થવિજ્ઞાન અને પ્રાણીવિદ્યાના ગ્રંથમાં અનેક મળી આવે છે. આર્યશાસ્ત્રો આ નિયમને બરાબર સમજી શક્યાં છે એથી તેમણે ચેતવણુ દેવાને સત્સિદ્ધાંતની દીવાદાંડી જગાવી કહ્યું છે કે
न जातु कामः कामानामुपभोगे न शाम्यति ।
हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्धते ॥ (मनु) પ્રકટ થયેલો કામ એ કામનાના ઉપભેગવડે કદી પણ શાન્ત થતોજ નથી. શાન્ત હોય એવું જેઓ માને છે, તેમની મહેાટી ભૂલ છે. કેમકે અગ્નિમાં ઘીની આહુતિઓ આપવાથી એ અગ્નિ શાન્ત થવાને બદલે વૃદ્ધિને જ પામે, તે પ્રમાણે કામાગ્નિ-વિષયાનિ પણ ભેગરૂપી આહુતિઓના પ્રદાનથી શાન્ત