________________
પાછેદ.
-
મનકેળવણી અધિકાર.
૧૪૭,
તમારે અપેક્ષા હશે તે વસ્તુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં તમે પ્રાપ્ત કરી શકશે. આપણે અન્ય મનુષ્યમાં આપણાઉપર વિશ્વાસ ઉત્પન્ન થાય, અને આપણું તે માટેની યેગ્યતાનો તેના મનમાં નિર્ણય તરતજ થાય તેવી રીતે વર્તવું જોઈએ. દિલગીર, નાસીપાસ, દુ:ખી ચહેરે વિશ્વાસ ઉત્પન્ન કરી શકતાજ નથી; વળી તમારા મનમાં તે વસ્તુ પ્રાપ્ત થશે કે કેમ તેમાં શંકા હોય, ત્યાંસુધી પણ ઇચ્છિત કાર્ય ફળીભૂત થતું નથી. માટે શંકાને મનમાંથી દૂર કરી ઇચ્છિત કાર્ય સત્વરજ સફળ કરવાની તમારામાં શક્તિ છે તેવા તમારા મનને મજબુત નિર્ણયસાથે આનંદી સ્વભાવમાં રમણ કરતાં સર્વની સાથે સંબંધમાં આવવાનું વિચાર રાખજે, એટલે ધારેલ ધારણામાં તમે સત્વરેજ ફળીભૂત થશે, તેમાં જરાપણ સંશય નથી..
દુનિયામાં કોઈ પણ વ્યક્તિને નીચે ઉતારી પાડવાને, હલકી દેખાડવાને પ્રયત્ન જ આદરશે નહિ, પણ તમારી જાતને જેમ બને તેમ આગળ વધારવા, વિચારવાતાવરણમાં શ્રેષ્ઠ થવાનું, મનઉપર અંકુશ રાખવાનું, ઈચ્છિત કાર્યની સફળતા થઈ શકે તેવા આંદોલનમાં વિચારવાનું શીખજે. કાર્યક્ષેત્રમાં આવી રીતે આગળ વધવાથી હમેશાં પરિણામ લાભદાયીજ-ચિરસ્થાયી–સંતેષકારકજ આવશે પિતાની જાતને આગળ વધારવાની ટેવ હમેશાં પ્રાપ્ત કાર્ય સંપૂર્ણ કરાવે છે, અને મનને સંતેષ–આનંદ ઉપજાવે છે. જ્યારે અન્યને ઉતારી પાડવાની હલકા બનાવવાની ટેવ કેાઈને પણ સુખી કરતી નથી; તમારું વિચારક્ષેત્ર પણ અશુદ્ધ થાય છે; મન આડે રસ્તે ઉતરી જાય છે, અને સામા માણસને પણ નુકશાન થાય છે, અને તમને તેમાંથી કેઈપણ જાતનાં સુખ-સંતોષ મળતાં નથી, માટે અન્યની નિંદા–ટીકા કરવામાંથી સર્વદા દૂર જ રહેશે. તમારી પિતાની જાતને કેમ વધારે સુધારવી, માનસિક વિશાળતા કેવી રીતે વધારવી, તેજ પ્રયત્નમાં સર્વદા રહેજે.
જે તમારે તમારા કાર્યોમાં ફત્તેહ અવશ્ય મેળવવીજ હોય તો તમારી જાતને સુધારે, અને તમારા કાર્યોને ઉત્તમ બનાવો. તમારા કાર્યોતરફજ દષ્ટિ રાખો, પણ તમારા હરીફમાટે એક અક્ષર પણ વિરૂદ્ધતાને ઉચ્ચારતા નહિ. કોઈપણ માણસ સાથે દુશ્મનાઈ બાંધવી-શત્રુતા ઉત્પન્ન કરવી તે મનમાં ગેરવ્યવસ્થાન ઉત્પન્ન કરે છે અને આવી સ્થિતિમાં કોઈપણ કાર્ય સંપૂર્ણ થઈ શકતું નથી–ઇચ્છિત ફળ આપી શકતું નથી, તેથીજ અન્ય સાથે શત્રુતા રાખવી– તેની ટીકા કરવી, કે તેને હલકે પાડવો તે તમારી જાતને જ નીચે ઉતારી પાડવામાં સાધનભૂત થાય છે. અન્ય સાથે શત્રુતા, કે અન્યની નિંદા-ટીકા તે તેને તે નુકશાન કરે અગર ન પણ કરે, પણ તમારી જાતને તો તેનાથી અવશ્ય