________________
પરિચ્છેદ.
મનકેળવણી-અધિકાર.
૧૪૫
આખા દિવસમાં થોડી ક્ષણે તે હમેશાં તદ્દન શાંતિમાં જ પસાર કરવાની ચાલુ ટેવ કદી છોડી દેશે નહિ. બને તે દિવસમાં જેટલો વખત બની શકે તેટલો વખત મનને શાંત-ગુંચવણભરેલા વિચારોથી રહિત-સંસારની ઉપાધિમય ખટપટથી રહિત–રાખવા અવશ્ય પ્રયત્ન કરજે. થોડે છેડે વખતે આવી રીતે પ્રાપ્ત થતી શાંતિ મનને શુદ્ધ કરશે, વિચારશક્તિને વધારશે, અને મનની દબાયેલી શક્તિ ધીમે ધીમે ખુલ્લી થઈ જશે.
જ્યારે કઈ પણ વખત તમે તમારી ધારણા સફળ થતી ન દેખો, તમારી ઈચ્છાનુસાર ફળપ્રાપ્તિ થતી માલુમ ન પડે, ત્યારે કદી પણ દિલગીરી ધારણ કરશો નહિ. કોઈપણ વખતે શોક દર્શાવ દૂરજ રાખજે, કારણ કે દિલગીરી દર્શાવ્યાવગર સર્વ સમયે તમારે જે કાર્ય સાધવું હોય, જે ઈચ્છા ફળવતી કરવી હોય તેમાં દઢ મનથી ઉદ્યોગથી વળગી રહેવાથી અવશ્ય તે ફળશેજ, અને તમારી પ્રથમની ધારણ કરતાં વધારે સારું ફળ તમે મેળવી શકશે. દિલગીર અને નાસીપાસ દેખાવથી તે તે કાર્યઉપરને અને તમારા મન ઉપરનો પણ તમારો કાબુ નાશ પામે છે, ગુમ થઈ જાય છે, અને તે કાબુ મેળવતાં ઘણા વધારે વખત અને પ્રયત્નની પાછી જરૂર પડે છે. પણ દઢ મન, નિણત વિચાર, અને અડગ શ્રદ્ધા-ખંતથી તે કાર્ય પછવાડે મંડ્યા રહેવાથી તે કાર્ય અને વશ્ય સફળ થવાનું જ, અને તમારી ઈચ્છા પાર પડવાની જ. માટે કદી કઈ પણ કાર્ય કરતાં દિલગીર કે નાસીપાસ થવુંજ નહિ, શ્રદ્ધાથી અને ખંતથી તે કાર્ય પાછળ મંડવું, અને અવશ્ય વિજયમાળા તમનેજ મળવાની.
તમારે કદિ પણ નાહિંમત, નાસિપાસ, ગભરાયેલા મનવાળા, અગર શેકાન્વિત થવું નહિ. આવી રીતે મનનું નાહિંમત થવું, ગભરાઈ જવું તેજ તેની નબળાઈ સૂચવે છે, અને તેવું નબળું મન જે કાંઈ મુશ્કેલીઓ તત્કાળમાં આવેલી હોય, તે દૂર કરવા સમર્થ થઈ શકતું નથી, જે મન હિંમત રાખી શકે છે, નિર્ણયથી ચળતું નથી, સદા આનંદી રહી શકે છે, અને શ્રદ્ધાને ત્યજતું નથી, તેવા મનવાળા મનુષ્યાજ દરેક મુશ્કેલીનો નાશ કરી શકે છે, કારણ કે તે મનુષ્ય સર્વ સ્થિતિમાં સવ વખતે ગમે તેવા પ્રસંગોમાં પણ મજબુત રહી શકે છે. ગભરામણવાળી અંધકારમય ક્ષણેમાં મનની નાસીપાસ—નાહિંમતી થઈ જવાની વલણ તેજ નિષ્ફળતાનું મુખ્ય કારણ છે. કારણ કે મુંઝાતાં મુંઝાતાં મન એવી સ્થિતિએ જઈ પહોંચે છે કે જ્યારે તેની શક્તિ અને તેનામાં રહેલી ન્યાયબુદ્ધિને નાશ થઈ જાય છે. જ્યારે જ્યારે મુશ્કેલીભર્યા કલાકમાં પણ મન મજબુતાઈથી કાર્ય કરે છે, પોતાનું શોર્ય અજમાવી ગ્રહણ કરેલ કાર્ય પાર પહોંચાડે છે, ત્યારે ત્યારે તેની શક્તિ-બુદ્ધિ-ચાતુર્યમાં સર્વદા વૃદ્ધિ થાય છે,