________________
૧૪૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
, દામ
તેથી તમે મનનપૂર્વક આ વાત લક્ષમાં રાખો કે તમારા મનને તમે કદી પણ નિરૂત્સાહી, નાહિંમતી, અગર નાસીપાસ થવા દેશો નહિ, પણ હમેશાં પ્રાપ્ત છે. કાર્યમાં આગ્રહથી અને ખંતથી મચ્યા રહેજે, એટલે અવશ્ય ઉત્તમ ફળની તમને ધ પ્રાપ્તિ થશેજ.
જ્યારે તમને એમ લાગે કે અંધકારમય સમય આવી પહોંચે છે, તમને દરેક કાર્યમાં નિષ્ફળતા મળે તેવો જ સમય વર્તે છે, ત્યારે પણ તમારી સર્વ શક્તિનો ઉપયોગ કરે. જે તમે નાસીપાસી ધારણ કર્યા વગર તમારી શક્તિનો ઉપયોગ કર્યાજ કરશો, તો બાજી તરતજ પલટાતી માલુમ પડશે; અંધકારમાં પ્રકાશ પડતો માલુમ પડશે. જે કાચમાં ચાલુ નિષ્ફળતા મળતી લાગતી હોય, તેમાં પણ સફળતા મળતી જશે. પણ તમે તેવા સમયમાં તમારી શક્તિનો ખ્યાલ કર્યા વગર તેને આવરી દઈ તે અંધકારમય મુશ્કેલીઓને તાબે થઈ જઈ તેની સામા થવાને બદલે તે રૂપજ બની જશે, તો તમે નીચા અને નીચાજ ઉતરી જશો, અને તમારી શક્તિનો પણ ઘણે અંશે કદાચ. નાશ થઈ જશે. તમારું વાતાવરણ ગમે તેવું હોય, પણ તમારી કાર્યશક્તિ તો તમારા મનસાથેજ સંબંધ ધરાવે છે. તમે નાહિંમત બન્યાવગર ધીરજ રાખી કાયે આગળ ચલાવ્યા કરે, તે તમારી ઘટતી જતી લાગતી શક્તિની વૃદ્ધિ થવા માંડે છે, અને છેવટે મુશ્કેલીઓનો પણ અંત આવે છે, તેથી ઉલટું જે હિંમતને-ધીરજને નમસ્કાર કરી મુશ્કેલીઓને વશ થઈ જશે, તે મન મુંઝાશે, અને તમારી કાર્ય શક્તિને ધીમે ધીમે નાશ થઈ જશે. આમ હોવાથી તમારે માટે ખાસ જરૂરનું અને ફાયદાકારક તેજ છે કે તમારે હમેશાં વધારે શક્તિ, વધારે માનસિક વિશાળતા, વધારે પૂર્ણતા, વધારે હિંમત, વધારે આનંદ તમારામાં રહે તેવી જાતને સર્વદા પ્રયત્ન કરજે. ઉંચા ચઢા, અને વધારે ઉંચા ચઢે, અને વધારે ઉંચા અને મજબુત વિચારવાતાવરણમાં વિચરતાં શીખો અને મનની વધારે ઉંચી શક્તિઓને વિચાર કરી તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન સે, અને આવા પ્રયત્નથી જ સર્વ કાર્યમાં સર્વદા તમને સફળતા મળશેજ.
આપણું ચાલું જીવનમાં એવી ઘણી વસ્તુઓ હોય છે, એવું ઘણું વિચારક્ષેત્ર હોય છે કે જેને માટે આપણે અન્ય મનુષ્યઉપર આધાર રાખવો પડે છે, તેથી જે જે માણસના સહવાસમાં આપણે આવીએ તે તે માણસ સાથે યથાયોગ્ય સંબંધ થાય તેવી રીતે વર્તવાની ઘણી જરૂર છે. જ્યારે જ્યારે તમે કેઇના સંબંધમાં આવવા ઈછે, ત્યારે ત્યારે આનંદી સ્વભાવ, મનની વિશાળતા વિગેરે સદ્દગુણોને ધારણ કરીને જ, તમારાથી બને તેટલી ઉત્તમતા દર્શાવતાં તેના સંબંધમાં અાવવા પ્રયત્ન કરજે, તેમ કરવાથી તેની પાસેથી જેની