________________
રામ
૧૩૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. ========= === ======*** **=== હડેલા તણખલાપેઠે ઘુમ્યા કરે છે. આ જગતની મેહમાયારૂપી ઝંઝાવાતની ચકકરડીમાં ઉલગબરડીઓ ખાતે, ત્રિવિધ તાપની ભઠ્ઠીમાં શેકાતે, અનેક આફતેના ખડક સાથે અફળા ને ટીચા, તોફાની ભવસાગરમાં સુકાન કે હીંવગરના તુટેલા-કુટેલા નાવની પેઠે ખેંચાતો અને તણુત પ્રલયના ભયંકર દિન વસ પર્યન્ત અનંત દુઃખને અનુભવ કરે છે. આવા ચાલુ ભયંકર મોતમાંથીઆત્માનું એવું મેત ઉપજાવનારા કામદેવના વિષમ બાણમાંથી પોતાની પ્રજાને પિતાની સંતતિને બચાવવા માટે જ આપણા દીર્ધદશી પ્રવીણ પૂર્વજોએ આર્ય ઋષિ મહર્ષિઓએ તેમના આડી બ્રાન્ચની અભેદ્ય પ્રબળ દિવાલ બાંધી દીધી છે. જ્યાં સુધી એ દિવાલોનું આર્યો દત્તચિત્તથી રક્ષણ કરતા, ત્યાંસુધી એ દિવાલ પણ વિષયને ચેપી ભયંકર રોગ ફેલાવનારાં કામનાં રજકણો અને બા
માંથી તેમને બચાવ કરતી. એ દિવાલને પ્રતાપે જ વેદવ્યાસ અને વાલ્મીક જેવા, મન અને યાજ્ઞવલ્કય જેવા, ભીષ્મ અને અર્જુન જેવા, શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા, શ્રી મહાવીર અને બુદ્ધ જેવા પ્રતાપી મહાપુરૂષ આગલા યુગમાં ભારતે ઉપજાવ્યા હતા. આ યુગમાં પણ મહારાણા પ્રતાપ અને શિવાજી સરખા, તત્વજ્ઞાની શ્રી શંકર અને ગતમ સરખા, ભક્તરાજ વિજયસિંહ અને શ્રી ચૈતન્ય સરખાં અમૂલ્ય રત્નો આ દેશમાં ઉત્પન્ન થયાં છે, જેમની કીર્તિ માત્ર હિંદમાં જ નહિ પણ સમગ્ર જગતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરમાં અંકાઈ ચુકી છે. ભારતના દુર્ભાગ્યે આજે અભેદ્ય દિવાલમાં ઠેકઠેકાણે ગાબડાં પડયાં છે. તેનો યમ નિયમરૂપી ચુન વિષયના લુણાથી ખવાઈ ગયા છે. તેના કાકા અને કાંગરાઓ મરામત કે વારફેર વગર–શાસ્ત્રાવલોકન અને અધ્યયનના હાથફેરા વગર કટાઈ કાળાં ઠીકરાં જેવાં થઈ ગયાં છે. આળસુ આર્યો આજે દેખતી આંખે પિતાનું અભય રક્ષણ નષ્ટ કરી રહ્યા છે. પિતાની અમૂલ્ય જીવનદોરી પ્રમાદની છરીવડે છેદવા લાગ્યા છે. કરાલ કલિની ઉષ્ણતાથી એ આશ્રમધર્મના મૂલાધાર પ્રબળ પાયારૂપ બ્રહ્મચર્યની દુર્ભેદ્ય દિવાલને આગ લાગી છે. અંધ આર્ય. સંતાને પિતાનાં બળતાં ઘરને, ભવિષ્યનો-ભાવિ પ્રજાને લેશ પણ વિચાર કર્યાવિના, આંખો ટમટમાવતા જોઈ રહ્યા છે. અરે, એ દિવાલમાંથી ક્રમાનુસાર ખરી પડતા મજબુત પત્થરને પિતાને જ હાથે ઉપાડી ઉલટા દૂર ફેંકવા લાગ્યા છે. પિતાના હાથેજ પિતાના પગ પર કુહાડી મારી દેખતી આંખે વિનાશ માગનારાને કોણ બચાવી શકે ?
સમગ્ર જગતનું ખરાબ કરનારા એ કુટિલ કામના ભયંકર મારમાંથી બચવાને માટે બ્રહ્મચારીઓ કઠોર વજામય નિયમનું પાલન કરતા. બ્રહ્મચર્યાશ્રમના એ અસરકારક નિયમો કેઈક કેસમાંજ નિષ્ફળ જતા. એ નિયમોના અવિચ