________________
પરિચછેદ.
અધ્યાપક શિક્ષણ અધિકાર,
આ બધું શિક્ષણ અધ્યાપક (મહેતાજી)ના તરફથી મળવા સંભવ હોવાથી તે કેવા હોવા જોઈએ તથા તેમને કેવી રીતે વર્તવું જોઈએ વિગેરે બતાવવા આ અધિકારની વિરતિ કરી છે.
અધ્યાપ ( મહેતાજીને) શિ
–અવિવાર.
હું માસ્તર સાહેબ ! કડવું પણ પરિણામે સુખકર ઐષધ પીઓ. તે એ ૧૦૦કે માતા પિતા આપને જે બચ્યું કેળવવા સેપે છે તેના ઉપર આપ પૂર્ણ ધ્યાન રાખતા નથી, એટલે બાળકને પાસ થવામાં જેટલી ઉમેદ આપ રાખે છે તેના પ્રમાણમાં મન કેળવવામાં બિલકુલ ધ્યાન આપતા નથી. અગાઉના ઋષિ મુનિઓ દશ દશ હજાર શિષ્ય રાખતા અને તેને
ના ભરણપોષણ સાથે અભ્યાસ કરાવીને મન કેળવતા એ વખત હાલ હિં દુસ્તાનમાંથી ચાલ્યો ગયો છે, એ વખત જે પાછો આવશે તે હિંદુસ્તાન દેશ પુન: ઝળહળચળકાટ કરતો દેખાશે અને બીજા દેશોને ખવી માંખશે. એમ કરવાની હે માસ્તર સાહેબ! આપના હાથમાં કુંચી છે. પણ જ્યાં તમેનેજ માસિક સાત રૂપીઆ પગારના મળે ત્યાં તમે તે ક્યાંથી કેળવાચેલા હાવ તેમ કુટુંબનું ભરણપોષણ કર્યા વિના પૂરતું ધ્યાન પણ ક્યાંથી આપી શકાય? એ વિશ્વ દૂર કરવાનું કામ જાહેર પ્રજાનું છે કે જેથી ગ્ય નિશાળ સ્થાપીને ઉચ્ચ પગારથી સુશીલ માસ્તરે રાખવા.
ઉપરોક્ત કાર્ય બનારસમાં વિશ્વવિદ્યાલય સારી રીતે પૂર્ણ કરશે એમ માનવંતા પંડિતવર્ય મદનમોહન માળવીઆ આદિ સાક્ષના ભાષણથી જણાઈ આવે છે. તે પણ હાલ જેટલી આપણુમાં શક્તિ હોય તેટલી શક્તિ માસ્તર સાહેબએ વાપરી બીજ સડી ન જાય તેમ બીજનું રક્ષણ કરવું. કારણ કે આરંભમાં તે આપ મહાશયે જેવાના હાથમાં બાળ બચ્ચાં આવશે તે ભવિષ્યમાં મહાપુરુષ થવાના છે એમ માનીને તેમનું મગજ કેળવવા ઉપર લક્ષ્ય રાખવું. એ બતાવવા આ અધિકારને માન આપવા ઉચિત ધાર્યું છે.
* મેહેતાજીને શિખામણ. ઓ મહેતાજીમાન મર્તબે મેટે તારે માનજે, પણ નવી પ્રજા, નવ સુધરી ભણતાં તે ધિકધિક જાણજે. ટેક * સુબોધચિન્તામણી.