________________
પરિચ્છેદ.
ઇંદ્રિય પરાજય—અધિકાર.
૧
Ww
+ -
એક ચિંતવ્યું અને ખીજું થયું! એમ ચિંતવી વૈરાગ્યરંગવાસિત થઈ શ્રી વીરની પાસે જઈ દીક્ષા લઈ તેને નિરતિચારપણે પાળવા લાગી.
એવા અવસરમાં કાઇક પેઢાલ નામે વિદ્યાધર અનેક વિદ્યાઓના નિધાન છે, તે વૃદ્ધપણું પામ્યો; ત્યારે વિદ્યા દેવાયોગ્ય પાત્ર શોધવા લાગ્યો, પશુ તાદ્દશ પાત્ર કાઇ મળે નહિ. જે સુશીલ કામરહિત સ્ત્રી હાય વળી બ્રહ્મચારિણી હાય, તેના ઉદરથી જે પુત્ર ઉત્પન્ન થાય તે ઉત્તમ જાણવા. તેવા પાત્રને વિદ્યા દેવાથી બહુ લદાયક થાય. એમ નિર્ધારી તેવી સ્ત્રી જોવા માટે પેઢાલ વિદ્યાધર ફર્યા કરે, તેણે એકદા દીક્ષાની પાલનારી શીલવત ધરનારી સુજ્યેષ્ઠાને દીઠી, તેવારે વિદ્યાને મળે અંધકાર કરી જેમ સુજ્યેષ્ઠાના જાણુવામાં ન આવે, તેવી રીતે તેના ગર્ભમાં, ભ્રમરાનું રૂપ કરી વીય પ્રક્ષેપ્યું. પછી થાડે ચડે તેને ગર્ભાનાં ચિન્હ પ્રગટ થવા લાગ્યાં, પણ શ્રી મહાવીરે તેને નિર્વિકારી કહી તેથી સન્યાતર શ્રાવકે ઘરમાં રાખી. ત્યાં પૂર્ણ માસે પુત્ર પ્રસભ્યો, તેનું સાત્યકી એવું નામ દીધું. તે સાધ્વીઓને ઉપાસરે મહાટા થવા લાગ્યો, ત્યાં જે જે સાધ્વીઓ ભણે, તે સર્વ સાંભળવાથી તેણે સર્વ શાસ્ત્ર કંઠે કરી લીધાં,
એકદા કાઈ કાલસંવર વિદ્યાધર અને સાયકી શ્રી વીરના સમેાસરણમાં મેઠાથકા ઉપદેશ સાંભળે છે ત્યાં સાત્યકીએ ભગવાનને કહ્યું કે મહારાજ! હું મિથ્યાત્વને પરહું કરી સમુદ્રમાં નાખી દઇશ. તેને ભગવાને કહ્યું કે તારાથી તેા ઉલટુ' વિશેષ મિથ્યાત્વ પ્રચલિત થશે. તેટલામાં કાલસંવર વિદ્યાધરે પૂછ્યુ કે હે ભગવન્ ! મને કાનાથી ભય થશે ? ત્યારે ભગવાને કહ્યું કે એ સાત્યકીથી તુને ભય થશે! તે સાંભળી વિદ્યાધરે વિચાર્યું જે એ માલકનું માહારી આગલ શું ગજું! એમ ચિંતવી સાત્યકીને પગની ઠેસ મારીને જતા રહ્યો, તે દેખી સાત્યક્રીના મનમાં મહેાટા વિષાદ ઉપજ્યો. પછી સાત્યકી જ્યારે મહાટા થયા ત્યારે 'પેઢાલે તેને રાહિણી પ્રમુખ વિદ્યાઓ શીખવી. તે વિદ્યાએ સાધતાં કાલસંવર વિદ્યાધર તેને અંતરાય કરવા લાગ્યો. પરંતુ પૂર્વજન્મના વચનથી તે વિદ્યાદેવી થાડે થાડે અનુક્રમે પ્રસન્ન થઇ. કેમકે પૂર્વભવે વિદ્યાદેવીએ એ સાત્યકીને પાંચ ભવ પર્યંત વિષ્ણુાસ્યો હતા; પરંતુ પાંચમે ભવે કહ્યું હતું કે છઠ્ઠું ભવે તુને ઉપક્રમે વિદ્યા મળશે. તે માટે વિદ્યા તત્કાલ સિદ્ધ થઇ. પણ તે વખતે સાત્યકીએ પેાતાનું માત્ર છ મહીનાનું આયુષ્ય રહેલું સાંભળી ફરી વિદ્યાદેવીને કહ્યું કે સ્વામિની! તમે મહારી ઉપર કૃપા કરી સાતમે ભવે વહેલાં સિદ્ધ થશે. તે વચનથી સાયકીને સાતમે ભવે તે વિદ્યા તત્કાલ સિદ્ધ થઈ. તે વિદ્યાદેવીના અત્યંત પ્રેમ સાત્યડ્ડી ઉપર ઉપજ્યો અને કહેવા લાગી કે તાહારા