________________
૨૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે.
દશામ
છે, સમૃદ્ધિની શોભા છે, વિપત્તિનું વિશ્રામસ્થાન છે તથા વિનેદ છે. આપણે ઘેર હોઈએ છીએ ત્યારે તે આનંદ આપે છે અને પરદેશમાં કંઈ બોજારૂપ થઈ પડતું નથી, આપણું રાત્રિ તે ઝટ પસાર કરાવી દે છે વગેરે.”
મમ સર જોન હર્યલે પણ તેવાજ પ્રકારના વિચારે દર્શાવ્યા છે, તે કહે છે કે –“જે હું કોઈ પણ એવા પ્રકારના શેખની ઈચ્છા કરું કે જે શેખ, દરેક વસ્તુ, સ્થિતિ કે કાળ પ્રતિકૂળ થયા છતાં અને દુનિયાની કહા મરજી થયા છતાં મ્હારા જીવનમાં આનંદનું અને સુખનું સાધન થઈ પડે તેમ જીવનનાં દુઃખો કે સંકટ સ્વામે ઢાલની ગરજ સારે તેમજ હંમેશાં પાસેને પાસે રહે કે રાખી શકાય તે તે શેખ વાંચનને છે. અલબત્ત હું આજે બેહું છું તે એહિક સ્વાર્થ, હિત ને લાભેનેજ ઉદ્દેશીને કહું છું. પરંતુ ધાર્મિક તત્વ અને પારમાર્થિક વસ્તુ, આનંદ માટે જે કર્તવ્ય કે સાધન છે તેને આ લખાણુથી લેશમાત્ર પણું ઉણપ આપવાનો હેતુ નથી. એ શોખ તે મનની અતિથી થતા આનંદ પ્રાપ્ત કરવાને એક પ્રકાર તથા એક સાધન છે.
ખરે ઉમદા પુસ્તકોની સોબત એ એક મહાન સદુપદેશક કે ગુરૂની ગરજ સારે છે. ને બીભત્સ દુર્ગણ ને એવાંજ બીજાં હાનિકારક પુસ્તકોની સબત એ તો એક ખરાબ મિત્રની સોબત સેવવા સરખું છે. માટે ઉમદા સદ્દગુરૂનીજ સબત સે.
કેવાં પુસ્તકો નુકશાનકર્તા છે તે તે તમારી મેળે તમારા આંતરમનને પૂછશો કે તુર્તજ કહેશે. એટલે મહારે કહેવાની જરૂર નથી. તમારે તે જાણવાની વધારે ખાયશ હોય તે હું કહીશ કે જેમાં ધર્મ વિરૂદ્ધ લાગણી દુખાય
વાં, રાજ્યદ્રોહી ને વિષયક બાબતોને વધારે ટેકો આપે હેવાં અને ગંગારિક બાબતેનો ઉલ્લેખ જેમાં વધારે કરેલ હોય અને તે દેખીતી રીતે જ તમને નુકશાનકર્તા પુસ્તકો હોય તેવાં કદી પણ હાથમાં ઝાલશો નહિ.
વાંચવાનું વ્યસન તે સરૂના સંગની ગરજ સારે છે, તે પણ ઉત્તમ કેટીના ગ્રન્થોજ વાંચવા જે ભલામણ આ અધિકારમાં કરેલ છે, તે ઉપર પુરતું લક્ષ રાખવું જોઈએ, અને તેથી વિપરીત ગ્રન્થો જેવા કે માણસને અનીતિને રસ્તે દેરે છે તેવા અગર બેન કે બેટીની પાસે શબ્દ બેલ્યા પણ ન જાય તેવા તેમજ જેમાં હિંસા, જુઠ, ચેરી વ્યભિચારીના દુર્ગુણથી ભરેલા ગ્રન્થ વાંચવા કે વંચાવવા તે એક કાળા સર્ષથી પણ વધારે કુસંગત છે. માટે તેવું વાંચન વાંચવા કરતાં તે ન વાંચવું તેજ સારું છે.